ગુજરાતમાં કોંગ્રેસ દિવા સ્વપ્નો જોઈ રહી છે : P.M. નરેન્દ્ર મોદી

881
bvn30112017-7.jpg

જિલ્લાના પાલીતાણામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિરાટ જાહેરસભા યોજાઈ હતી મોદીે જણાવ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં દિવાસ્વપ્નો જોવે છે પક્ષ જનમેદનીની આંધી સામે કોંગ્રેસના હાલ બેહાલ થઈ જવાના છે વડાપ્રધાને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહી છે અને કોમી હુલ્લડો બંધ થયા હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાનાં પાલીતાણા ખાતે યોજાયેલ જાહેરસભામાં જણાવ્યું હતું કે તેઓ જોયુ છે કે સર્વત્ર ભાજપની આંધી છે લોકોમાં ઉમંગ ઉલ્લાસથી કોંગ્રેસના હાલ બેહાલ થઈ જવાના છે પરંતુ કોંગ્રેસ દિવાસ્વપ્નો જઈ રહી છે અગાઉ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર દ્વારા કોમી હુલ્લડો, રથયાત્રામાં તોફાનો માનગઢ હત્યાકાંડ વિગેરેનો ઉલ્લેખ કરી મોદીે જણાવ્યું હતું કે ભાજપનાં શાસનમાં ગુજરાતમાં શાંતિ છે. અને કોમી હુલ્લડો બન્યા નથી એ કોમી દાવાનળનું નામો નિશાન મીટાવી દીધુ છે. 
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનાં  મિત્રો ગુજરાતમાં ૨૨ વર્ષમાં શું કર્યુ ? તેનો હિસાબ માંગે છે હિસાબ જોવો હોય તો ઘોઘા આવો મને ઘોઘા દહેજ પેરીને જુવો તેમ કહી મોદીે ઘોઘા દહેજ ફેરી સર્વિસને ગુજરાત સરકારની વિકાસયાત્રાનો ભાગ હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાનની સબામાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને જીલ્લાનાં ભાજપનાં ઉમેદવારો, આગેવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.