પાલીતાણા જેલમાં કેદી ભાઈઓ માટે વાંચન હરિફાઈ યોજાઈ

764
bvn27112017-1.jpg

માણસ માત્ર ભુલને પાત્ર પરંતુ ભુલનું પૂનરાવર્તન ના થાય તે માટે પાલીતાણા જેલમાં કેદી સુધારણા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. 
જેમાં પાલીતાણાના શિક્ષણ નાથાભાઈ ચાવડા દ્વારા રવિવારના રોજ કેદી ભાઈઓ માટે વાચન શિબિર સાથે વાચન હરીફાઈ જેમાં કેદી ભાઈઓએ ભાગ લીધો હતો. વાંચનને યાદ રાખી અને પોતાની રજૂઆત પણ કેદી ભાઈઓએ કરી હતી. 
જેમાં પ્રથમ નંબરે ગોહિલ બ્રિજરાજસિંહ, બીજા નંબરે ડાભી રમેશભાઈ અને ત્રીજા નંબરે દલ ઈર્શાદ ઉર્ફે રાધે ત્રણેય વિજેતાને નાથાભાઈ ચાવડા દ્વારા ઈનામ આપી અને પ્રોત્સાહિત કર્યા હતા અને પોતાના જીવનમાં પરિવર્તન આવે તે બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Previous articleદામનગરની સ્વચ્છતાની વાસ્તવિક્તા એટલે ઠેર-ઠેર વહેતી ખુલ્લી ગટરો
Next articleદામનગર સિનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા ભજીયાનો પ્રોગ્રામ