કોંગ્રસના ધારાસભ્ય સામે ૪૦ લાખની ખંડણી માંગવા મામલે મત્સ્ય વેપારીએ ફરિયાદ કરી

563

સાબરકાંઠાના હિંમતનગરના હડીયોલના મત્સ્ય વેપારીએ અરવલ્લીના બાયડના કોંગ્રસના ધારાસભ્ય સામે ૪૦ લાખની ખંડણી માંગવાના આરોપ સાથે હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવા પોસ્ટથી ફરીયાદ મોકલી છે. તો સાથે જ ઓડિયો ક્લિપની પણ સીડી મોકલી આપી છે. પોલીસની પ્રાથમિક તપાસના પગલે સમગ્ર રાજકારણ ગરમાયુ છે.

સાબરકાંઠાના હડીયોલના રહીશ અને મત્સ્ય વેપારી એવા હસમુખભાઈ પટેલ અરવલ્લીના બાયડ નજીક આવેલા વાત્રક જળાશયમાં માછીમારી માટેનું ટેન્ડર ભરેલ હતુ. અને જેના થકી માછીમારી કરવા પર અડચણો ઉભી કરીને તેમની પાસે સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્યએ શાંતિથી ધંધો કરવા દેવાના બદલામાં પૈસાની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે પોલીસને ફરીયાદ મોકલી છે.

સ્થાનિક કોંગ્રસના ધારાસભ્ય દ્વારા આ વિસ્તારમાં શાંતિથી ધંધો કરવા માટે ૪૦ લાખની ખંડણી માંગતી ઓડિયો ક્લિપ સાથે હિંમતનગર પોલીસ મથકે રજુઆત કરતા રાજકારણમાં ભારે ખળભળાટ સર્જાયો છે.

જોકે આ મામલે આજે હિંમતનગર પોલીસ મથકે આવેલી પોસ્ટ મારફતે અરજી મામલે ફરિયાદ આવતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. તેમજ આ મામલે ટૂંક સમયમાં ફરિયાદ સહીત ઓડિયો ક્લિપ સહિતની બાબતો સાથે પગલાં ભરવા તજવીજ હાથ ધરાઈ છે.

ધવલસિંહ ઝાલા સામે પૈસા માંગવાની ફરીયાદને લઇને હાલ તો લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ ભીસમાં મુકાઇ ગઇ છે અને આ અંગે અરવલ્લી કોંગ્રેસે પણ ચુપકીદી સેવી લીધી છે. જોકે પોલીસની તપાસમાં શુ બહાર આવે છે તેની પણ રાહ જોવાઇ રહી છે.

Previous articleજસદણ પેટા ચૂંટણી : ૨૨૬ ઇવીએમ પહોંચાડી દેવાયા
Next articleપાઠ્ય પુસ્તક મંડળનો વધુ એક છબરડો બહાર આવ્યો