કારગીલના દ્રાસમાં પારો માઈનસ ૧૯.૭ ડિગ્રી, શ્રીનગરમાં -૪.૨ ડિગ્રી

641

કાશ્મીરમાં ઘણી જગ્યાઓ પર શુક્રવારે સીઝનની સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ નોંધાયો હતો. મૌૈસમ વિભાગના જણાવ્યા અનુસાર, લડાખ અને કારગીલ વિસ્તારમાં પારો સતત નીચે જઈ રહ્યો છે. કારગીલના દ્રાસ સેકટરમાં શુક્રવારે તાપમાન માઈનસ ૧૯.૭ ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ શ્રીનગર અને જમ્મુમાં શુક્રવારે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. શુક્રવારે રાતે શ્રીનગરનો પારો માઈનસ ૪.૨ ડિગ્રી અને જમ્મૂમાં ૫.૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શનિવારે રામસૂ નજીક થયેલા ભૂસખ્લનના કારણે ટ્રાફિક જામ થયો હતો. હાઈવે પર સંખ્યાબંધ વાહનો ઉભા રહી ગયા હતા.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બનિહાલ-રામબન વિસ્તારમાં ભૂસખ્લન થયું હતું. હાઈવે પર સવારે ૧૧ વાગ્યાથી ટ્રાફિક રોકાયેલો છે. રસ્તાને સાફ કરવાની કોશિશિ કરવામાં આવી રહી છે. બુધવારે જવાહર ટનલની આસપાસ બરફ પડવાને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. તે બે દિવસ બાદ શુક્રવાર શરૂ થઈ શક્યો હતો.

હિમાચલના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો ચાલું છે. મનાલીમાં શુક્રવારે ૫.૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પારો ઘટ્યો હતો. કુફરીમાં- ૧.૦ ડિગ્રી, કેલાંગમાં-૧૨ ડિગ્રી, કાલ્પામાં-૩.૦ ડિગ્રી પારો ઘટયો હતો.

Previous articleરાફેલ : પેરામાં કરેકશનની માંગ કરતી સુપ્રિમમાં અરજી
Next articleઓલ ઈન્ડિયા રાઈફલ શુટિંગ ચેમ્પીયનશીપમાં પસંદગી પામતી અમરીન