કરૂણાનિધિની પ્રતિમાનું અનાવરણ પર મહાગઠબંધનના નેતાઓનો જમાવડો

559

દેશમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯ની આહટની સાથે જ વિપક્ષી પાર્ટીઓને એકજૂટ થવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. ચેન્નાઇમાં રવિવારના તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના નેતા એમ કરૂણાનિધિની પ્રતિમા અનાવરણના સમય પર મહાગઠબંધનના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.તે દરમિયાન ભાજપની સામે વિપક્ષી પાર્ટીઓના લામબંદ કરવાનો પ્રયાસ કરી રહેલા આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ, કેરળના સીએમ પિનરાઇ વિજયન જોવા મળી રહ્યા છે.

ડીએમકે મુખ્યાલયમાં અભિનેતા રજનીકાત, શત્રુધન સિન્હા, ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન સહિત સાઉથના મોટા નેતા અને અભિનેતા હાજર હતા.કાર્યક્રમમાં યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ હતા. ડીએમકે મુખ્યાલયમાં લગાવવામા આવેલી કરૂણાનિધિની પ્રતિમાનું અનાવરણ યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કર્યું છે. ત્યાર બાદ દરેક લોકોએ ચેન્નાઇના મરીના બિચ સ્થિત કરુણાનિધિના મેમોરિયલ પર શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. આ સાથે ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન પણ હતા.

Previous articleરાફેલ ડીલઃ આજે ભાજપ એક સાથે ૭૦ જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસને ઘેરશે
Next articleછત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભુપેશ બઘેલ આજે શપથ લેશે