છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભુપેશ બઘેલ આજે શપથ લેશે

661

લાંબા સસ્પેન્સ બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભુપેશ બઘેલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી પદની દોડમાં બઘેલ પહેલા નંબર ઉપર ચાલી રહ્યા હતા. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે કોણ રહેશે તેને લઇને પણ ભારે કવાયત ચાલી હતી. બંને રાજ્યોથી છત્તીસગઢનો નિર્ણય વધારે મુશ્કેલરુપ રહ્યો હતો. કારણ કે અહીં બે નહીં પરંતુ ચાર-ચાર દાવેદાર હતા. આખરે ભુપેશે બાજી મારી હતી. ભુપેશ પણ આવતીકાલે જ શપથલેનાર છે. ખેડૂત પરિવાર સાથે જોડાયેલા ભુપેશ રાજકીય વર્તુળોમાં પોતાના આક્રમક વલણના કારણે ઓળખાય છે. ૯૦ સીટોની છત્તીસગઢ વિધાનસભામાં કોંગ્રેસના ૬૮ સભ્યો જીત્યા છે. આ જીતની સાથે જ બઘેલની લોકપ્રિયતા વધી હતી. કારણ કે, વિધાનસભાથી લઇને સ્થાનિક ચૂંટણીમાં તેમની ભૂમિકા હતી.

 

Previous articleકરૂણાનિધિની પ્રતિમાનું અનાવરણ પર મહાગઠબંધનના નેતાઓનો જમાવડો
Next articleમોદી અને યોગીએ ગંગા આરતીમાં લીધેલો ભાગ