મુંબઈમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં ભીષણ આગ, ૬નાં મોત

583

મુંબઈના અંધેરીના મરોલમાં આવેલી ઈજીૈંઝ્ર કામગાર હોસ્પિટલમાં સાંજે ૪ કલાકે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રીગેડ દ્વારા આ આગને લેવલ-૩ પ્રકારની શ્રેણીમાં મુકવામાં આવી છે અને અત્યારે રાહત-બચાવ કામગીરી પુરજોશમાં છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ આ આગમાં ૬ વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે, જ્યારે ૧૦૦થી વધુ લોકો આ આગમાં દાઝી ગયા છે.

જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ફાયર બ્રીગેડના અધિકારીએ જણાવ્યું કે, સાંજે ૪ કલાકે તેમને મરોલમાં આવેલી ઈજીૈંઝ્ર કામગાર હોસ્પિટલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો અને તાત્કાલિક ધોરણે ૭ ફાયર ફાઈટરને રવાના કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા ૩ ફાયર ફાઈટર અને રાહત-બચાવ કામગીરીની ટીમને પણ રવાના કરાઈ હતી. અત્યાર સુધીમાં ૪૭ લોકોને બચાવી લેવાયા છે અને હજુ અસંખ્ય લોકો હોસ્પિટલમાં ફસાયા હોવાની આશંકા છે.

Previous articleઉ. ભારતમાં કાતિલ ઠંડી : જનજીવન ઠપ્પ
Next articleશીખ રમખાણ : કોંગી નેતા સજ્જન કુમારને જન્મટીપ