ઉ. ભારતમાં કાતિલ ઠંડી : જનજીવન ઠપ્પ

909

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીથી હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. લેહમાં માઈનસ ૧૬.૧ ડિગ્રી તાપમાન રહ્ય છે.  જ્યારે કારગીલમાં માનિસ ૧૧.૪ ડિગ્રી તાપમાન રહ્યુ છે. હાલની સ્થિતી આગામી ચારથી પાંચ દિવસ સુઘી જારી રહે તેવી શક્યતા છે. જેથી લોકોને કોઇ રાહત મળવાની શક્યતા નથી. શ્રીનગરમાં માઇનસ ૪.૮ ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. પહેલગામ અને ગુલમર્ગમાં પારો માઇનસ ૮.૩ ડિગ્રી રહ્યુ હતુ. હિલ્‌ સ્ટેશન ગણાતા શિમલા, મનાલી અને નારકન્ડામાં નવેસરથી હિમ વર્ષા થઇ છે. જેના કારણે તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. હિમવર્ષાના કારણે હિલ સ્ટેશન ખાતે બરફની ચાદર ચારેબાજુ છવાઇ ગઇ છે. પંજાબના ભટિન્ડા ખાતે પારો ૩.૫ ડિગ્રી રહ્યુ છે. અમૃતસરમાં ચાર ડિગ્રી તાપમાન રહ્ય છે. ગુરુદાસ પુરમાં ૫.૬ ડિગ્રી સુધી તાપમાન થયુ છે.  ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી.

દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને  અસર થઇ છે.  ધુમ્મસની સ્થિતી હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો લેટ થઇ છે. અનેક ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સવારે ધુમ્મસની સ્થિતિ રહી હતી.  ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે.સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જોવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની  સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની  અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી  દોડી રહી છે. ધુમ્મસના કારણે કેટલાક અકસ્માતો પણ થઇ રહ્યા છે.ઠંડી હજુ પણ વધવાના સંકેતો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમુંબઈમાં આવેલી ESIC કામગાર હોસ્પિટલમાં ભીષણ આગ, ૬નાં મોત