ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાનો પદવીદાન સમારોહ અમદાવાદ ખાતે યોજાશે

639
guj30112017-2.jpg

ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ) દ્વારા નવા પાત્ર સીએસ સભ્યોને એસોસિયેટ મેમ્બરશિપ ઓફ ધ ઈન્સ્ટિટ્યૂટના પુરસ્કાર વિધિસર કરવા માટે આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ ખાતે પશ્ચિમી પ્રદેશનો પદવીદાન  સમારોહ ૨૦૧૭નું આયોજન કર્યું હતું. આશરે ૪૦૦ નવા પાત્ર સભ્યો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા, ગુજરાત અને છત્તીસગઢથી પદવીદાન સમારોહમાં આવ્યા હતા અને તેમને સર્ટિફિકેટ ઓફ એસોસિયેટ મેમ્બર એનાયત કરાયાં હતાં. પરીક્ષામાં ઉત્તમ કામગીરી કરનારા વિદ્યાર્થીઓનું  સમયે સન્માન પણ કરાયું હતું.
પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. સી. ગોપાલકૃષ્ણન અને ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી હિમાંશુ એ. પંડ્યા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉદ્યોગના દિગ્ગજોએ ચેરિટી ગવર્નન્સ, કોર્પોરેટ એન્ટી- બ્રાઈબરી કોડ, પંચાયત સ્તરે ગવર્નન્સ અને જીએસટી તથા જીએસટી આસિસ્ટન્ટ્‌સ સંબંધી મુદ્દાઓ પર ભાર આપ્યો હતો.પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડો. સી. ગોપાલકૃષ્ણન દ્વારા અનન્ય કામગીરી માટે નવા પાત્ર કંપની સેક્રેટરીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા અને તેમના જ્ઞાનમાં એકધારી વૃદ્ધિની ખાતરી રાખવા માટે તેમના જીવનભર જિજ્ઞાસા વૃત્તિ જાળવી રાખવા માટે તેમને પ્રોત્સાહન આપીને નવા સીએસ સભ્યોને પણ અભિનંદન આપ્યા હતા. શ્રી ડો. સી. ગોપાલકૃષ્ણને વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના પ્રયાસોમાં સચ્ચાઈ અને નૈતિકતાના માર્ગે ચાલવા અને કોર્પોરેટ જગતને કોર્પોરેટ ગવર્નન્સ અને અભિમુખતા ભણી દોરી જવા માટે માર્ગદર્શન આપવા માટે અનુરોધ કર્યો હતો.