દેસાઈનગર નજીક એસ.ટી. બસ ડીવાઈડર પર ચડી ગઈ

1192
bvn30112017-6.jpg

ભાવનગર શહેરના ચિત્રા રોડ પર દેસાઈનગર પેટ્રોલપંપ સામે એસ.ટી. બસ ડીવાયડર ઉપર ચડી જતાં નાસભાગ મચી જવા પામી હતી બનાવ બનતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસસ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.બનાવસ્થળેથી મળતી વિગત મુજબ મહુવા સુરત રૂટની સ્લીપીંગ કોચ એસ.ટી. બસ મોડી સાંજે શહેરનાં ચિત્રા રોડ પર દેસાઈનગર પેટ્રોલપંપની સામે અચાનક ડીવાઈડર પર ચડી ગઈ હતી બનાવ બનતાં ભરચક એવા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ટ્રાફીકજામનાં દ્રશ્યો સર્જાયા હતા બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફીકને ખુલ્લો કર્યો હતો.