પર્યાવરણ ફ્રેન્ડલી વાહન વ્યવસ્થા માટે અમદાવાદ મહાપાલિકા દ્વારા વિવિધ પગલાં લેવાશે : ડૉ.જે.એન.સિંઘ

952
gandhi18112017-2.jpg

અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારમાં પરીસરીય હવાની ગુણવત્તાને વધુ સારી બનાવવા સારૂ જરૂરી પગલાં લેવા અંગે રાજ્યના મુખ્ય સચિવ, જે. એન. સિંઘની અધ્યક્ષતા હેઠળ આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં અમદાવાદની પરીસરીય હવાની ગુણવત્તા સુધારવા લેવાના થતા વિવિધ પગલાં પર વિસ્તૃત ચર્ચા કરતાં મુખ્ય સચિવ જે.એન.સીંઘે જણાવ્યું હતું કે, અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં પરીસરીય હવાની ગુણવત્તા દિલ્હી તથા અન્ય રાજ્યોની સાપેક્ષમાં સારી છે તેમ છતાં પરીસરીય હવાની ગુણવત્તા વધુ સારી બનાવવા અર્થે તેમણે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં અગમચેતી રૂપે વિવિધ નિર્ણયો લેવાયા હતા. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં બસોના પ્રમાણમાં વધારો કરવાનું આયોજન છે, તેના ભાગરૂપે કોર્પોરેશન આગામી સમયમાં નવી તમામ બસો સી.એન.જી. આધારિત જ ખરીદશે. ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા પંદર વર્ષથી જૂના કોમર્શીયલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવા અંગેની નીતિ બનાવવામાં આવશે. સી.એન.જી. /ઇલેક્ટ્રીક થી ચાલતા ઓછી પ્રદૂષણ ક્ષમતા ધરાવતા વાહનોની ખરીદીમાં પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય તથા વાહનોની ખરીદી માટે સબસીડી ફાળવવા માટે નીતિ બનાવામાં આવશે. શહેરના ગીચ વિસ્તારોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ નો વ્યાપ વધારવા માટે દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત પીયુસી સર્ટીફિકેટ વ્યવસ્થાના સુદ્દઢીકરણ માટે કાર્યવાહી કરવામાં આવશે તથા પીયુસી અંર્તગત વાહનોની ચકાસણી સઘન કરવામાં આવશે. ્‌રિીી ઉરીીઙ્મીિ (ત્રીચક્રી) વાહનો ને ઝ્રદ્ગય્ માં રૂપાતરીત કરવા સહાય આપવા નીતિ બનાવવામાં આવશે. પિરાણા ખાતે મ્યુનિસિપલ ઘન કચરાની સાઇટના કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવા બાબતે ય્ઈઇઝ્ર (ય્ેદ્ઘટ્ઠટ્ઠિં ઈહીખ્તિઅ ઇીખ્તેઙ્મટ્ઠંર્િઅ ર્ઝ્રદ્બદ્બૈજર્જૈહ) તથા અન્ય ટેકનીકલ પાસાઓના અભ્યાસ અર્થે અલગ બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. હયાત લેન્ડફીલ સાઇટ ખાતે મ્યુનિસિપલ ઘન કચરાનો “કાયમી નિકાલ” કરવા અર્થે નાણાકીય સહાય અંગેની દરખાસ્ત સરકાર સમક્ષ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.            
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાલમાં રાજ્યભરમાં પરીસરીય હવાની ગુણવત્તાનું સારી રીતે માપન કરવામાં આવે રહેલ છે પરંતુ વધુ સઘન માપણી અંગે નવા સ્ટેશનો લગાવવામાં આવશે. ચંદીગઢ તથા હરિયાણાની જેમ અમદાવાદ તથા ગાંધીનગર શહેરને ‘કેરોસીન મુક્ત શહેર’ એટલે કે “દ્ભીર્િજીહ હ્લિીી ઝ્રૈંઅ” કરવા અર્થે ઉજ્જ્વલા યોજનાનું ૧૦૦% અમલીકરણ થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવ્યુ. ગ્રીન ટ્રીબ્યુનલ્સ દ્વારા બાયોમાસ ખુલ્લામાં બાળવા અંગે પ્રતિબંધ લગાવેલ છે આ બાબતે વધુ જન જાગૃતિ અર્થે સંલગ્ન વિભાગોને કાર્યવાહી કરવા જણાવાયું છે. અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારમાં ઓટો રિક્ષાઓમાં ઝ્રદ્ગય્ સિવાય અન્ય બળતણનો વપરાશ ન થાય તેનું સઘન મોનીટરીંગ કરવા, ૫૦ માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિકના વપરાશ પરના પ્રતિબંધ બાબતે સઘન ચેકિંગ કરી પ્લાસ્ટિક રૂલ્સની જોગવાઓનું અમલીકરણ કરાવવા, ઉપરાંત બેઠકમાં શહેરમાં વોલ ટુ વોલ કાર્પેટ તથા અનપેવ્ડ વિસ્તારોમાં પેવમેન્ટ કરી ડસ્ટીંગ ઓછુ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. સંબંધિત વિભાગોને જરૂરી લાંબા ગાળા તથા ટૂંકા ગાળાનો એક્શન પ્લાન બનાવી તેના અમલીકરણ માટે પણ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

Previous articleગાંધીનગરમાં બે જ બાર એસોસીએશન રહેશે
Next articleએચડીએફસી બેન્કે રાજકોટમાં સ્ટાર્ટ-અપ્સ માટે સ્માર્ટઅપ ઝોન લોન્ચ કર્યુ