ઉત્તરાખંડઃ કેદારનાથ હાઈવે પર ખડકો ધસી પડતાં ૭ મજૂરોના મોત

648

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના થઇ હતી, અહીં પ્રહાડની ભેખડો પડવાથી તેના કાડમાળમાં ૭ મજૂરો દબાઇ જવાના કારણે મોત નિપજ્યા હતા. આ ઘટના રૂદ્રપ્રયાગની પાસે કેદારનાથ હાઇવે પર બાંસવાડામાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીં ઓલ વેદર રોડનું કામ ચાલું હતું. અત્યારે પણ ઘણા મજૂરો દબાયેલા હોવાના અહેવાલ મળી રહ્યા છે

રૂદ્રપ્રયાગના કલેક્ટર મંગેશ ઘિલડિયાલે જણાવ્યું કે રૂદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પર બારહમાસી રોડનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ભૂસ્ખલન થયું. મળતી માહિતી મુજબ જમીન ધસી પડતાં ત્નઝ્રમ્ મશીન ખાઈમાં પડી હતી. ઘટનાસ્થળ રૂદ્રપ્રયાગથી ૨૨ કિલોમીટર દૂર છે. ઉત્તર ભારતમાં હાલ જોરદાર ઠંડી પડી રહી છે. આ દરમિયાન બરફ વર્ષા અને વરસાદને કારણે પહાડો પર કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. સતત વરસાદને કારણે પહાડો પરથી શિલા ધસી પડવાનો ખતરો રહે છે.

ત્યારે એક મોટી શિલા પાસે કામ કરતાં કેટલાંક મજૂરો અચાનક જમીન ધસી પડવાને કારણે દબાય ગયા હતા. એમ્બ્યુલન્સમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યાં છે. વર્ષ ૨૦૧૩માં ઉત્તરાખંડના કેદારનાથમાં પ્રાકૃતિક આપદા આવી હતી. ત્યારે વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવતાં સમગ્ર કેદારનાથ વિસ્તારમાં ભૂસ્ખલનની સ્થિતિ ઊભી થઈ હતી તેમજ અનેક લોકોના જીવ ગયા હતા.

Previous articleભાજપ રથયાત્રાને બહાલી આપતો ચુકાદો અસ્વિકાર
Next articleસોહરાબુદ્દીન કેસ : તમામ ૨૨ આરોપી આખરે નિર્દોષ છુટ્યા