પૂર્વ પીએમ વાજપેયીના સન્માનમાં મોદીએ ૧૦૦ રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો

1138

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં ઁસ્ નરેન્દ્ર મોદીએ ૧૦૦ રૂપિયાનો સ્મારક સિક્કો  લોન્ચ કર્યો છે. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલજીની તસવીર છે. ૨૫ ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાનની જન્મ જયંતી છે. તે અવસરે સ્મારક સિક્કો જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. એવામાં સરકાર તેમની ૯૫મી જન્મજયંતીને ખાસ બનાવી છે. અટલજીનો સિક્કો જાહેર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, અટલજીનો સિક્કો આપણા દિલો પર ૫૦ વર્ષો સુધી ચાલ્યો. જો આપણે તેમના આદર્શો પર ચાલીશું તો આપણે પણ અટલ બની શકીએ છીએ. આપણે તેમના જીવન પરથી પ્રેરણા લેવી જોઈએ.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો માટે સત્તા જ્યાં ઓક્સીજન સમાન હોય છે ત્યાં વાજપેયી પોતાના જાહેર જીવનમાં લાંબા સમય સુધી વિપક્ષમાં બેસીને રાષ્ટ્રહિત સંલગ્ન વિષયો ઉઠાવતા રહ્યાં.

સિક્કાની બીજી તરફ અશોક સ્તંભ છે. સિક્કાની એક તરફ પૂર્વ વડાપ્રધાનનું પૂરું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે. તસવીરની નીચેના ભાગમાં વાજપેયીનો જન્મ વર્ષ ૧૯૨૪ અને દહાંત વર્ષ ૨૦૧૮ અંકિત કરવામાં આવ્યા છે. આ સિક્કાનું વજન ૩૫ ગ્રામ છે. સિક્કાની ડાબી બાજુ દેવનાગરી લિપિમાં ભારત અને જમણી તરફ અંગ્રેજીમાં ઈન્ડિયા લખવામાં આવ્યું છે.

Previous articleરથયાત્રા અંગેની અરજી પર તરત સુનાવણી માટે સુપ્રીમ ઇન્કાર
Next articleઉ. ભારતમાં તીવ્ર ઠંડી-ધુમ્મસ : ૮ના મોત