ઉ. ભારતમાં તીવ્ર ઠંડી-ધુમ્મસ : ૮ના મોત

713

ઉત્તરભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસ વચ્ચે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. અનેક જગ્યાઓએ માઇનસમાં તાપમાન છે જેમાં જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારો, હિમાચલ પ્રદેશના અનેક ભાગોનો પણ સમાવેશ થાય છે. રેવાડીથી પ્રાપ્ત અહેવાલ મુજબ હરિયાણામાં ધુમ્મસની ચાદર વચ્ચે આજે સવારે રોહતક-રેવાડી હાઈવે પર ૫૦થી વધુ ગાડીઓ એક સાથે ટકરાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં આઠ લોકોના મોત થઇ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થઇ ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે. ઝજ્જરના બાદલી ફ્લાયઓવર પર ઝડપથી ગાડીઓ પસાર થઇ રહી હતી તેજ વેળા ધુમ્મસ વચ્ચે બે ગાડી ટકરાઈ હતી જેના લીધે ઓછી વિજિબિલીટીના લીધે પાછળ આવી રહેલી સ્કુલી બસ, કાર, અનેક મોટા વાહનો એક પછી એકરીતે ટકરાયા હતા. આ દુર્ઘટના  બાદ હાઈવે ઉપર બે કિલોમીટર લાંબા જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ ટુકડી પહોંચી ગઈ છે. મામલામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. હરિયાણાના મંત્રી ધનખડે અસરગ્રસ્ત લોકોને મદદ કરવાની જાહેરાત કરી છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે જ્યારે ગંભીરરીતે ઘાયલ થયેલાઓને એક-એક લાખ રૂપિયા અને નજીવી ઇજા પામેલાઓને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ધુમ્મસની ચાદર પણ ફેલાઇ ગઇ છે. જેના કારણે સવારમાં વાહન વ્યવહારને માઠી અસર થઇ રહી છે. અકસ્માતનો ખતરો વધી ગયો છે. બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યુ છે. પ્રદુષણના સ્તરમાં વધારો થતા લોકોને થોડાક દિવસ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. સ્માગની ચાદર દિલ્હીમાં બે દિવસથી જામેલી છે. શ્વાસના રોગી અને ફેફસાની તકલીફ ધરાવતા લોકોને તકલીફ વધી શકે છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. જનજીવનને પણ અસર થઇ રહી છે. વાહન વ્યવહાર અને ટ્રેન સેવાને અસર થઇ રહી છે. ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ચેલ્લાઇ કાલાના નામથી જાણીતા ઠંડીના સૌથી ખતરનાક ગાળાની શરૂઆત થઇ ગઇ છે. દિલ્હીમાં પણ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાઇ કલાનો ગાળો થરૂ થયા બાદ હવે આ ગાળો ૩૧મી જાન્યઆરી સુધી જારી રહેશે. કાશ્મીરમાં તો આ ગાળો આના કરતા પણ વધારે સમય સુધી રહી શકે છે.રાજસ્થાનના માઉન્ટ આબુ અને અન્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બનેલી છે.ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. કાતિલ ઠંડીના કારણે  હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. લોકો અટવાયા છે. પાટનગર દિલ્હીમાં સ્મોગ અને ઠંડીના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બનેલી છે. નવા વર્ષ પહેલા જ દિલ્હીમાં લોકોની હાલત કફોડી બનેલી છે. પ્રદૂષણનું સ્તર પણ વધી ગયું છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ કોઇ રાહત નહીં મળવાની શક્યતા છે.

શ્રીનગરમાં માઇનસ ૪.૪, પહેલગામમાં માઇનસ ૬.૭ ડિગ્રી તાપમાન રહ્યું છે. દ્રાસ વિસ્તારમાં માઇનસ ૧૭.૩ સુધી તાપમાન પહોંચ્યું છે. લેહમાં માઇનસ ૧૪.૩ અને કારગિલમાં માઇનસ ૧૪.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ધુમ્મસના કારણે દિલ્હીમાં શ્વાસની તકલીફ વધી રહી છે. દિવાળીથી વધારે પ્રદૂષણ વધારે ખતરનાક છે. ક્રિસસમ અને નવા વર્ષ પરલોકોને આતશબાજીની સ્થિતિમાં હવા વધારે પ્રદૂષિત થવાની વાત કરાઈ છે.

 

Previous articleપૂર્વ પીએમ વાજપેયીના સન્માનમાં મોદીએ ૧૦૦ રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો
Next articleભારત ફિલ્મની ઓફર કરીના કપુરને કરાઇ હતી : અહેવાલ