ભારતીય હોવાના નાતે મારુ દર્દ બયાન કર્યુંઃ નસીરુદ્દીન

787

ભારતમાં ડર લાગતો હોવાના અભિનેતા નસીરુદ્દીનના નિવેદન પર ખાસો હોબાળો મચેલો છે ત્યારે નસીરે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ફરી પોતાનો પક્ષ મુક્યો હતો. નસીરુદ્દીનના નિવેદનની ખાસી ટીકા પણ થઈ રહી છે ત્યારે તેમણે કહ્યુ હતુ કે મને મારા નિવેદન પર અફસોસ નથી, હું એમ પણ નથી કહેતો કે મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાયુ છે.હું ડરેલો નથી પણ ગુસ્સે છું.પહેલા મોબ લિન્ચિંગ નહોતી થતી.આજકાલ આવી ચીજો થઈ રહી છે.મેં મારી ચિંતા વ્યક્ત કરી છે.મારા બાળકો માટે હું પરેશાન છું.હું મુસ્લિમ હોવાથી અસુરક્ષિત નથી. નસીરુદ્દીને ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે સમાજમાં નફરત અને સાંપ્રદાયિકતા ફેલાવાઈ રહી છે.હું એક મુસ્લિમ હોવાના નાતે આ વાત નથી કહી રહ્યો.મેં મુસ્લિમ હોવાની ઓળખનો ફાયદો નથી ઉઠાવ્યો.એક ભારતીય હોવાના નાતે દર્દ બયાન કર્યુ હતુ.ટ્રોલર્સ પાસે મને ટ્રોલ કરવા સીવાય કામ નથી પણ તેઓ મને નહી રોકી શકે.મને કોંગ્રેસનો પ્રવક્તા કહેવાય છે અને મારા નિવેદનને રાજકારણ સાથે જોડવામાં આવે છે.આ સાચુ નથી. અનુપમ ખેરે નસીરની ટીકા કરતુ નિવેદન આપ્યુ હતુ.જેના સંદર્ભમાં નસીરે કહ્યુ હતુ કે મને નથી ખબર કે અનુપમના નિવેદનનો શું અર્થ છે.

Previous article’મણીકર્ણિકા’ જોતા જ ટીકાકારોની બોલતી બંધ થઇ જશે : કંગના રનૌત
Next articleબૉક્સિંગ-ડે ટેસ્ટઃ ભારતે ૪૪૩ રનનો જંગી સ્કોર બનાવ્યો