બૉક્સિંગ-ડે ટેસ્ટઃ ભારતે ૪૪૩ રનનો જંગી સ્કોર બનાવ્યો

708

ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે મેલબર્નમાં રમાય રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો બીજો દિવસ પૂરો થઇ ગયો છે. બીજા દિવસે ચેતેશ્વર પુજારાએ સેન્ચૂરી પૂરી કરી હતી અને વિરાટ કોહલીની પાર્ટનરશીપથી બંને ટીમને એક સારા સ્કોર તરફ લઈ ગયા હતા. પુજારાએ તેની કરિયરની ૧૭મી સેન્ચૂરી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલી ૮૨ રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી ભલે આ ટેસ્ટમાં સદી નથી લગાવી શક્યો પરંતુ ૮૨ રન કરીને આજે તેણે રાહુલ દ્રવીડનો રેકોર્ડ તોડી દીધો છે. કોહલીએ એક વર્ષમાં વિદેશમાં સૌથી વધુ ૧૧૩૮ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. કેપ્ટન કોહલીએ બીજા દિવસે ૪૪૩/૭ સ્કોર પર ઈનિંગ જાહેર કરી છે. તેની સાથે જ બીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૮/૦ થયો છે. આજે વિરાટ કોહલીએ રાહુલ દ્રવીડનો આ રેકોર્ડ તોડી દીધો છે. દ્રવીડે ૨૦૦૨માં ૧૧૩૭ રન બનાવ્યા હતા. ભારતીય ઈનિંગની ૧૧૪મી ઓવર નોથન લિયોને લીધી હતી. તેની ઓવરના પહેલા બોલમાં ચેતેશ્વર પુજારાએ ચોક્કો લગાવીને તેની કરિયરની ૧૭મી સદી પૂરી કરી હતી. તે બોક્સિંગ-ડે ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમા ભારતીય છે. પુજારાએ શતક બનાવવા માટે ૨૮૦ બોલ રમ્યા હતા. તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે બોલ રમીને સદી લગાવનાર ભારતીય ખેલાડીઓમાં ત્રીજા નંબરે છે.

ભારતે આ ટેસ્ટમાં ૪૦૦થી વધારે રન બનાવ્યા છે. તેમાં ઓસ્ટ્રેલિયામાં અંદાજે ચાર વર્ષ પછી ટેસ્ટમાં ૪૦૦ રનનો આંકડો પાર કર્યો છે. આ પહેલાં ભારતે ૬ જાન્યુઆરી ૨૦૧૫માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલી ટેસ્ટમાં ૪૭૫ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં ૧૮મી વખત ૪૦૦ રન બનાવ્યા છે. ભારતનો ઓસ્ટ્રેલિયામાં હાઈએસ્ટ સ્કોર સાત વિકટ પર ૭૦૫ રન છે. જે ટીમે જાન્યુઆરી ૨૦૦૪માં સિડનીમાં બનાવ્યો હતો. ભારતે વિદેશમાં ૧૭ મહિના પછી ૪૦૦થી વધારે રન બનાવ્યા છે. ભારતે ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્ડી સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ ૪૮૭ રન બનાવ્યા હતા.

પૂજારાએ ૧૭મી ટેસ્ટ સદી ફટકારી ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો

ચેતેશ્વર પુજારાએ મેલબોર્ન બોક્સિંગ ટેસ્ટમાં ૧૦૬ રન ફટકારી પોતાના કરિયરની ૧૭મી સદી નોંધાવી હતી. ગાંગુલીએ ૧૮૮ ઇંનિંગ્સમાં ૧૬ સેન્ચુરી મારી હતી જયારે લક્ષમણે ૨૨૫ ઇંનિંગ્સમાં ૧૭ સદી ફટકારી હતી. પુજારા ૧૧૨ ઇંનિંગ્સમાં તેમનાથી આગળ નીકળી ગયો હતો. પુજારાના કરિયરની સૌથી ધીમી સદીની સહાયથી બીજા દિવસના અંતે ભારતનો હાથ ઉપર છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય બનનાર પુજારાએ કહ્યું હતું કે બેટ્‌સમેન બાદ હવે બોલર્સ પર ૨૦ વિકેટ લઈ ભારતને મેચ જીતાડવાની જવાબદારી રહેશે.

પુજારાએ કહ્યું હતું કે હું પીચ અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળવામાં માનુ છું. ગઈકાલ કરતા આજે બેટિંગ કરવી બહુ અઘરી હતી. પીચમાં અનઇવન બાઉન્સ છે જેના લીધે એક બેટ્‌સમેન તરીકે તમે ગમે ત્યારે માત ખાઈ શકો છો. મેં બીજી કોઈ વિકેટ પર આટલાં બોલ (૩૧૯) રમ્યા હોત તો ૧૪૦ થી ૧૫૦ રન કર્યા હોત પણ અહીંયા શોટ-મેકિંગ ઘણું મુશ્કેલ છે. હું મારા ફોર્મથી ખુશ છું પરંતુ અમે પરિણામ માટે રમી રહ્યા છીએ અને તેથી બોલર્સ ૨૦ વિકેટ લઈને મેચ જીતાડે તેના પર જ અમારું ફોક્સ છે.

પૂજારાએ કહ્યું કે, કોહલીએ બેટિંગ કરતે વખતે પીઠ પર દુખાવાની ફરિયાદ કરી હતી. મેદાન પર થોડો સમય તેની સારવાર પણ થઈ હતી. તેની ઇજા મેજર નથી, હું કોઈ ફિઝિયો નથી પરંતુ મેં જે ચર્ચા કરી તેની સાથે તેના પરથી મને લાગે છે કે તે ગંભીર નથી અને ચિંતા કરવાની જરૂર નથી.

Previous articleભારતીય હોવાના નાતે મારુ દર્દ બયાન કર્યુંઃ નસીરુદ્દીન
Next articleટ્રેન્ટ બોલ્ટનો તરખાટ, શ્રીલંકા ૧૦૪માં ઓલઆઉટ