ઓગસ્ટા વેસ્ટલેન્ડ : મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું

1073

ઈન્ફોર્સમેન્ટ ડિટોક્ટોરેટે આજે દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં માહિતી આપતા કહ્યું હતું કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના વચેટીયા ક્રિશ્ચિયન મિશેલે પૂછપરછમાં સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો છે. અલબત્ત ઇડીએ કહ્યું છે કે તે હાલમાં એમ કહેવાની સ્થિતિમાં નથી કે મિશેલે ગાંધીનું નામ કયા સંદર્ભમાં લીધું છે. આ ઉપરાંત ઈડીએ દાવો કર્યો છે મિશેલે ઈટાલીના મહિલાના પુત્રનો ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ ઈડીના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. બીજી બાજુ કોર્ટે મિશેલને સાત દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો છે. ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે ક્રિશ્ચિયન મિશેલે ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં આ સંદર્ભમાં વિગત આપવામાં આવશે નહીં. ઈટાલીના મહિલાના પુત્રનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે તેઓ દેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ઈડીએ પટીયાલા હાઉસ કોર્ટને માહિતી આપતા કહ્યું છે કે મિશેલે આવી માહિતી પણ આપી છે કે કઈ રીતે ડિલમાંથી એચએએલને બહાલ કરવામાં આવી હતી અને તેની જગ્યાએ તાતાને લાવવામાં આવી હતી. ઈડીએ કોર્ટને કેટલીક અન્ય માહિતી પણ આપી છે. ઈડીએ કોર્ટ સમક્ષ એવી માંગણી પણ કર છે કે તેમના વકીલને મિશેલને મળવાની મંજુરી આપવામાં ન આવે કારણ કે તેને બહાર ઘણી બધી બાબતો શીખવાડવામાં આવી રહી છે. આના ઉપર તેના વકીલ એલજોકે જોસેફે કોર્ટમાં કબુલાત કરી હતી કે મિશેલે તેમને કેટલાક પેપર આપ્યા હતા પરંતુ આ ઈડીની ભુલ છે કે આવું કેમ કરવા દીધું છે. મિશેલ દ્વારા કથિત રીતે સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ આને લઈને આક્ષેપબાજીનો દોર શરૂ થઈ ગયો છે. સરકારી એજન્સીઓ પર એક પરિવારના નામનો ઉલ્લેખ કરવા દબાણ લાવવામાં આવી રહ્યું છે. દરમિયાન, કોર્ટે મિશેલને સાત દિવસ માટે ઈડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ઈડીએ કોર્ટ પાસેથી આઠ દિવસની કસ્ટડીની માંગ કરી હતી. જેની સામે આ સાત દિવસની કસ્ટડી મંજુરી કરવામાં આવી છે.

ઈડીએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે મિશેલ અને બીજા લોકો વચ્ચે થયેલી વાતચીતમાં એક મોટી વ્યક્તિનો ઉલ્લેખ કરાયો છે જેને આરથી સંબોધવામાં આવ્યું છે. ઈડીએ એમ પણ કહ્યું છે કે આ બાબત જાણવાની જરૂર છે કે આ મોટી વ્યક્તિ આર સાથે સંબોધવામાં આવી છે તે કોણ છે. આના માટે મિશેલની કસ્ટડીની જરૂર છે. પટીયાલા હાઉસ કોર્ટમાં મિશેલના વકીલને મળવાની મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ મુલાકાત દરમિયાન એક ચોક્કસ અંતર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે અને સાથે સાથે કોર્ટે સવારમાં અને સાંજે મિશલને મળતી વેળા વકીલ માટે ૧૫ મિનિટનો સમય નક્કી કરી દીધો છે. આવનાર સમયમાં મિશેલ ઘણી બધી માહિતી આપી શકે છે. તપાસ સંસ્થાએ આક્ષેપ કર્યો છે કે મિશેલે તેના વકીલો સાથે વાતચીત કરીને પૂછપરછ દરમિયાન કાયદાકીય સહાયતાની ઉદારતાનો દુરૂપયોગ કર્યો છે.

ઈડીના આક્ષેપોના જવાબમાં માઈકલના વકીલે કહ્યું હતું કે તેમના અસીલે કેટલીક ચોક્કસ પ્રકારન માહિતી મેળવવાના પ્રયાસ કર્યા હતા. કોર્ટે આદેશ આપ્યો હતો કે મિશેલને મળતી વેળા તેમના વકીલો થોડાક અંતર પર રહે. સુનાવણી અને દલીલો બાદ મિશેલની ઇડી કસ્ટડીને વધારાઈ હતી. સમગ્ર દેશને હચમચાવી મુકનાર વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડ કેસમાં ઈડી દ્વારા તથા સીબીઆઈ દ્વારા અનેક લોકો સામે તપાસ ચાલી રહી છે. જે ત્રણ વચેટીયાઓની તપાસ કરાઈ રહી છે તેમાં એક મિશેલ પણ છે.

Previous articleપુલવામાં સેનાના ઓપરેશનમાં ચાર કુખ્યાત ત્રાસવાદીઓ ફુંકાયા
Next articleરાજસ્થાન : ગુર્જરોએ ફરીથી કરી આરક્ષણની માગ, ગહેલોત સરકારની મુશ્કેલી વધશે