રાજસ્થાન : ગુર્જરોએ ફરીથી કરી આરક્ષણની માગ, ગહેલોત સરકારની મુશ્કેલી વધશે

620

રાજસ્થાનમાં ગુર્જરોએ ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર આવ્યા બાદ ગુર્જર આરક્ષણની માગ કરી ગહેલોત સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. ગુર્જરોએ રાજ્ય સરકારને લોકસભા ચૂંટણી પહેલા સમાજને ૫ ટકા આરક્ષણ આપવાની માગ કરી હતી. માગ નહી સ્વિકારવા પર સરકારની સામે આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે. જયપુરમાં શનિવારે એક બેઠક દરમિયાન આ માગ સરકારની સામે રાખવામાં આવી હતી. આ ઉપરાંત ગુર્જર આંદોલનના મુખ્યા કિરોડી સિંહ બૈંસલાએ પ્રથમ વખત ગુર્જરોની સાથે સાથે ગાડિયા લુહારની સૂધ માટે પણ અવાજ ઉઠવ્યો છે. બૈંસલાએ કહ્યું કે ગુર્જરો ઉપરાંત ગાડિયા લુહારનું પણ પ્રતિનિધિત્વ પણ વિધાનસભામાં થવું જોઇએ. તેમણે કહ્યું કે ગાડિયા લુહારોને પણ સરકારી નોકરી અને રોજગાર રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવે.

Previous articleઓગસ્ટા વેસ્ટલેન્ડ : મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું
Next articleમેઘાલયમાં કોલસાની ખાણમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, બચાવ દળને મળ્યાં ૩ હેલમેટ