થર્ટીફસ્ટની ઉજવણી એટલે દારૂનો વરસાદ

937

આવતી કાલનો દિવસ એટલે કે વર્ષ ૨૦૧૮ નો અંતિમ દિવસ જેને આપણે થર્ટી ફસ્ટ તરીકે ઉજવીએ છીએ. પબમાં પાર્ટી કરવી, ડીજેના તાલે જુમવું મોજીથી ખાવું, દારૂ વિસ્કિ અને વાઈનના ઘૂંટડા ભરવા અને છોકરીઓ ફેરવવી આજ મોજ મસ્તી સાથે આજનું યુથ થર્ટી ફસ્ટ તરીકે ઉજવે છે. પશ્ચિમી સંસ્કૃતિના તાલે આપણે પણ આપણા દેશમાં આ તહેવારને ઉજવી ક્યાંકને ક્યાંક અંગ્રેજોની વાતનું અનુકરણ કરી રહીએ છે તે વાતમાં કોઈ શંકા નથી. દિલ્હીથી લઈને દેહરાદૂન સુધી, મુંબઈથી લઈને મધ્યપ્રદેશ સુધી અને સુરતથી લઈને શ્રીનગર સુધી દેશના દરેક ખૂણામાં તે પછી ઉત્તર, દક્ષિણ પૂરબ હોય કે પિશ્ચમ દેશના એક પણ શહેર અને એક પણ રાજ્ય નથી કે જ્યાં થર્ટી ફસ્ટના બહાને હુક્કા,દારૂ અને સેક્સની મેહફીલ માળવામાં ન આવતી હોય. થર્ટી ફસ્ટ, ક્રિસ્મસ દિવાળી હોળી કે સાતમ આઠમ આ બધા તો ફક્ત બહાના છે બાકી ખરેખર મોજ મસ્તી કરવા માટેનો ઉત્સાહ અને ઉમળકો આપણને ખુદને હોય છે અને પછી પાછળ અને તહેવારનું નામ આપીએ છીએ. લખો કાનુનો બનો ગયા, હજારો નિયમો આવી ગયા, અનેક સીસી ટીવી કેમરા અનેક પોલીસોનો ચુસ્ત બંદોબસ્ત છતાં પણ દરેક જગ્યા પર આ બધીજ વાસ્તુના અડ્ડાઓ બંધ કરાવ્યા પછી બમણી સંખ્યાએ ચાલુ જોવા મળે છે. કડક કાયદા બંદોબસ્ત અને અનેક નિયમો હોવા છતાં આ બધી મહેફિલોનો જમાવડાનો મેળો આપણે સહુ કોઈ વારે તહેવાર જોવા મળેજ છે અને હજી પણ જોવા મળશે કેમ કે અંદરના લોકોજ ફૂટેલા હોય ત્યારે કઈ રીતે કાયદો અમલમાં આવી શકે નાનામાં નાના કોન્સ્ટેબલથી માંડીને ઉપરી અધિકાર સુહી ૫-૨૫-૫૦ % ની કટકી રાખનારા આપણા દેશમાં જેટલા પણ કાનૂન બનાવો તે બધા નિરર્થક છે. વિદેશી સંસ્કૃતિનું આચરણ કરનારા આપણે જ લોકો મજા અને મસ્તીના બહાને તે કુટેવોને આપણા જીવનમાં અપનાવીએ છીએ અને પછી છેલ્લે સરકારના કાયદા કાનૂન સામે આંખો કાઢીએ છીએ. જો આજની તારીખમાં રેડ પાડવામાં આવે તો દરેક રાજ્યના ઉપરી અધિકારીઓના ઘરે ઘરે એક એક દારૂના કન્ટેનર અને અનેક રખેલોનો કાફલો જોવા મળે કે જે તેમને મોજ શોક પૂરો પાડતી હોય છે. હું ચેલેન્જ સાથે કહી શકું છું કે થર્ટી ફસ્ટ અને નવરાત્રી પછી ડોક્ટરો પાસે હાઈએસ્ટ એબોર્શનના કેસ આવે છે પરંતુ પરિવારની લાજ રાખવા માટે આ બધા કેસોનું પ્રકરણ બહાર નથી આવતું અને જો આવી જાય ને તો હું ને તમે સહુ કોઈ આપણા ઘરની દીકરી કે દીકરા લગ્ન આવા કુટુંબમાં ન કરાવીએ. જેમ એક હાથની ૫ આંગળી સરખી નથી હોતી એવીજ રીતે સમાજનો દરેક વર્ગ એવો નથી હોતો પરંતુ જે રીતે સમાજના અમુક લોકો દ્વારા આવી પ્રવૃત્તિ આચરવામાં આવે છે તેના હિસાબે આખા સમાજનું નામ ખરાબ થાય છે પરંતુ આ વસ્તુ કદાપિ શક્ય નથી અને વખતો-વખત સુધી આમજ ચાલુ રહેવાનું છે કેમ આપણા દેશના સરકાર કર્મચારીઓની આવકનો સ્ત્રોત જ આ કાળા બજારી છે અને દારૂ,વેશ્યા અને હુક્કાના આ બધા પાર્લરો જ એમની આ બમણી અવાક કરવાનો સ્ત્રોત છે કેમ કે તમેજ વિચારો એક ચપરાસીનો છોકરો કે પછી એક સરકાર પોસ્ટમેનની દીકરી આજે ઝ્રમ્જીઈ ની સહલામાં ભણતો કે ભણતી હોય છે જેની સરરેશ વાર્ષિક ફી એક લાખ રૂપિયા હોય છે હવે વિચારો ૧૫ હજારની નોકરી કરનારો વર્ષના ૧.૮૦ લાખ રૂપિયા કમાય છે તો તેને આ બધા ખર્ચ કઈ રીતે પોષાય શકે કઈ રીતે દર અઠવાડીએ મોંઘી હોટલમાં જમવાનું ને ફરવાનું પોષાય શકે છે તો તેની પાછળનું કારણ છે આ પૈસા કે જે કાળા બજારના વિશાળ તંત્રના પરિણામે લોકો કમાય છે. આઝાદીના કે દેશના કોઈક લોકિક તહેવાર પાર આપણે જે દેશ અને માતૃભક્તિની મોટી મોટી વાતો કરીએ છીએ તે સદંતર પાયાવિહોણી અને ખોખલી છે. જે રીતે પરિવારની જમીન અને મિલકત પાર દરેક વ્યક્તિનો અમુક ટકા હિસ્સેદારી હોય છે તેવીજ રીતે આપણા ભારત દેશની ભૂમિ પર ૧૨૫ કરોડ જનતાની જવાબદારી છે અને અધિકાર છે તેમાં બની રહેલ સારી કે ખરાબ બન્ને પ્રવૃત્તિના જિમ્મેદાર આપણેજ છીએ આ વાત કોઈ સ્વીકારે કે ન સ્વીકારે પણ ૧૦૦ % સાચી અને કડવી છે બાકી તમે ને હું એકલા કે પછી નરેન્દ્ર મોદી સાહેબ આ દેશનો વિકાસ અને ચોખ્ખો કરવા માટે સક્ષમ નથી અને થશે પણ નહિ. દરેક સમાજનો દરેક વ્યક્તિ જયારે આ ધરતી પર લગતા કલંકને પોતાના પર લાગતો કલંક સમાજસે ત્યારેજ આ દેશની અંદર ગંગાની જેમ પરિવર્તન અને સ્વચ્છતા એવાં શ્રેષ્ઠતાની ગંગા વહેતી થશે. ક્ષણવારની મોજશોખ માટે આ બધા વ્યસનોની જે આપણે આદત પાડી છે દિવસેને દિવસે આપણને ખુબજ અઘરી પાડવાની છે લખી રાખજો જો આમ ને આમ આ દેશની અંદર પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધતું રહ્યું ને તો વધી ને અમુક વર્ષની અંદર ફરી અંગ્રેજો પર આપણા દેશ પર હુકુમત જમાવશે કેમ કે ચાણક્યના કેહવા પ્રમાણે જે દેશના નવયુવાનને ભ્ર્‌ષ્ટા કરી શકાય છે તે દેશને આંખે આખો આપણા કાબુમાં કરી શકાય છે. યુવાનીની કુમળી ઉંમરમાં આપણે જે મોજ શોખ અને આઐયાશી કરીને આપણો સુખનો સમય પસાર કરી રહ્યા છે તે દિવસ જતા આપણા માટેજ અભિશાપ બની રહેશે. લોકો કહે છે કે રોજ એકનું એક શાક ભાવતું નથી એમ કરીને પત્નીને છોડી બીજી સ્ત્રી પાસે શરીર સુખ મળવા જાય છે પરંતુ આ સત્ય હકીકત છે કેમ કે તમે એની સાથે લગ્ન કરેલા છે તો તે તમારા જવાબદારી બને છે. માનીલો કે જે રીત તમે બીજા શાકને ચાખવાની માજા માટે આમ તેમ મોઢા મારો છો એવીજ રીતે જો તમારી અર્ધાંગિની એમ કહે કે મને પણ બીજો સ્વાદ ચાખવો છે અને તે પર પુરુષ તરફ આંખ ફેરવે તો સમાજ એને કલંકિત અને દેહદાન કરનારી ગણાવીએ છીએ તો પછી આપણે જે કરી રહ્યા છે તો આપણે કેવો ગણાશું વિચારતાંજ ગુસ્સો આવી જાય છે ને તો બસ આજ વાતને આપણા દેશના દરેક યુવાન અને યુવતીઓ પોતાના મગજમાં લઈને સારા વિચારોની રાહ પર આગળ વધે તો કદાચ આજથી ૧૫-૨૫ વર્ષ પછી આપણા દેશની અંદર ફરી એક વાર સોનાનો સુરજ ઉગે પરંતુ તકલીફ એ છે કે શરૂવાત કોણ કરે કેમ કે દરેક વ્યક્તિ અંતર આત્માથી જાણે છે કે તે પોતે કેવો છે તો પછી તે બીજાને કઈ રીતે શિખામણ આપી શકે છે. મોટા મોટા પ્રવચન અને પુસ્તકો વાંચવાથી કોઈ વસ્તુ પાર નથી પડવાની પરંતુ આપણે બની રહેલ આવી હલકી પ્રવૃત્તિને આપણા પર થઇ રહેલ અત્યાચાર કે શોષણ ગણીશું ત્યારેજ આ દેશની દરેક માં-બેન અને દીકરી દિવસ રાત ૨૪-૭-૩૬૫ દિવસ સુખેથી હરિ ફરી શકશે નહીતો રોજે રોજ અનેક નિર્ભયા જેવી બિચારી યુવતીઓ બળાત્કારનો ભોગ બનતી રહેશે અને જે બિચારી કહી નઈ શક્તિ હોય તે ક્યાંકતો સ્યુસાઇડ કરશે અથવાતો વર્ષો પેહલાની આપણા દેશની સતી પ્રથાની માફક આગચંપી કરીને પોતાના દેહનું દાન આપીને સમય પહેલા જ પોતાના જીવનની તિલાંજલિ આપી દેશે. જુના વર્ષના આ સંદેશાને આપણા સહુના હરડેમાં લઈને આ દરેક કુટેવોને આપણા જીવનમાંથી અલવિદા કરીને ૨૦૧૯ ના વર્ષને આપણે સહુ કોઈ શરૂવાત કરીએ તો કદાચ આવતા વર્ષની ૩૧ ડિસેમ્બર મને આશા છે કે મારે આ લેખનું ફરી એકવાર પુનરાવર્તન નહીંજ કરવું પડે.

Previous articleગુજરાતની સૌપ્રથમ સાયન્સ – ફિકશન ફિલ્મ શોર્ટ સર્કિટ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે