અપોલો હોસ્પિટલ અને તમિલનાડુના સચિવ પર લાગ્યો જયલલિતાના મોતના ષડયંત્રનો આરોપ

603

પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાના મોતની તપાસ કરી રહેલા તપાસ કમિશનના વકીલે એક અરજીમાં આરોપ લગાવ્યો છે કે તમિલનાડુના આરોગ્ય સચિવ રાધાક્રિષ્નનને અપોલો હોસ્પિટલની સાથે સાઠગાંઠ અને ષડયંત્ર કર્યું તથા તેમનો અયોગ્ય ઉપચાર કરવામાં આવ્યો છે. સૂત્રોએ આ જાણાકરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વકીલે એવો પણ આરોપ લગાવ્યો છે કે ૨૦૧૬માં જયલલિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમયે તાત્કાલીન મુખ્ય સચિવ પી રામ મોહન રાવે જાણી જોઇને ખોટા પુરાવા આપ્યા હતા. આ આરોપોનું આરોગ્ય સચિવ અને હોસ્પિટલ બંનેએ ખંડન કર્યું છે. જ્યારે પૂર્વ મુખ્ય સચિવે કહ્યું કે તેઓ આ અરજી વિશે જાણતા નથી. ન્યાયમૂર્તિ એ. અરુમુગસ્વામીના સ્થાયી વકીલ મોહમ્મદ જાફરૂલ્લાહ ખાનએ માંગ કરી છે.

કે રાધાક્રિષ્નન અને રાવની પેનલ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રતિવાદી તરીકે મુકદ્દમો ચલાવવામાં આવે. વકીલની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોગ્ય સચિવની પેનલની સામે વિરોધાભાસી નિવેદન આપ્યું અને તેઓ જયલલિતાને સારવાર માટે વિદેશ લઇ જવાના વિરૂદ્ધમાં હતા.

Previous articleસરકારી વકીલ મોદીના ઈશારે કામ કરે છે, એક પણ તપાસ એજન્સી પર વિશ્વાસ નથી : કોંગ્રેસ
Next articleઆઇટમ સોંગમાં સની પહેલી પસંદગી ક્રેઝ અકબંધ