દેશના ૧૮ રાજ્યોમાં કોરોના વાયરસનું નવું મ્યૂટેંટ વેરિએન્ટ જોવા મળ્યું

280

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૪
દેશમાં વધતા કોરોનાની વચ્ચે કોરોનાના ડબલ મ્યૂટેંટ વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારના જણાવવામાં આવ્યું કે, દેશમાં કોરોના વાયરસનું એક નવું મ્યૂટેંટ વેરિએન્ટ ૧૮ રાજ્યોમાં જોવા મળ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારીએ કોરોનાને લઇને ચિંતા વધારે વધારી દીધી છે. ડબલ મ્યૂટેંટ વેરિએન્ટ ઉપરાંત બીજા સ્ટ્રેન પણ જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ૧૦ હજાર ૭૮૭ સેમ્પલ્સથી ૭૭૧ વેરિએન્ટ્‌સમાં ર્ફંઝ્રજ જોવા મળ્યું છે.
આમાંથી ૭૩૬ પોઝિટિવ સેમ્પલ્સ યૂકે વેરિએન્ટના સામેલ છે. તો દક્ષિણ આફ્રિકા વેરિએન્ટ વાયરસના ૩૪ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. દેશના ૧૮ રાજ્યોમાં આ ર્ફંઝ્રજ વાળા સેમ્પલની ઓળખ થઈ છે. દેશમાં કોરોના વાયરસની સમગ્ર ‘જીનોમ સીક્વન્સિંગ’ના વિસ્તરણ અને આ સમજવા માટે ભારતી સાર્સ-કોવ-૨ જીનોમિક્સ ૈંદ્ગજીછર્ઝ્રંય્ કંસોર્ટિયમ સ્થાપિત કરવામાં આવ્યું છે.
ૈંદ્ગજીછર્ઝ્રંય્ જીનોમ સિક્વન્સિંગ વાયરસના ફેલાવાની તપાસ કરી રહ્યું છે.
કેરળના ૧૪ જિલ્લાઓમાં કોરોનાના જે વેરિએન્ટ મળ્યા છે, તેવા જ વેરિએન્ટ ડેનમાર્ક, સિંગાપુર, જાપાન અને ઑસ્ટ્રેલિયામાં પણ આવા જ સ્ટ્રેન મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આના પર વધુ એક સ્ટડી ચાલી રહી છે. ડબલ મ્યૂટેંટ વેરિએન્ટનો મતલબ કોરોના વાયરસના બે અલગ-અલગ વેરિએન્ટથી સંક્રમિત થવું છે. દુનિયામાં આ પ્રકારનો પહેલો કેસ બ્રાઝીલમાં આવ્યો હતો. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. તો કોરોનાના વધતા કેસની વચ્ચે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસની રસી ૨૩ લાખથી વધારે લોકોને લગાવવામાં આવી છે.