કોંગ્રેસના પરાજયની ૧૦૦ ટકા જવાબદારી મારી છેઃ રાહુલ ગાંધી

471

લોકસભા ચૂંટણીનું ઓલમોસ્ટ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે કે એકવાર ફરી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારને સ્વીકારી લીધી છે અને તેણે ઁસ્ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મેં ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે, જનતા માલિક છે. આજે જનતાએ પોતાનો ફેસલો આપી દીધો છે. હું પીએમ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપું છું.

રાહુલે કહ્યું હતું કે, અમારા જે ઉમેદવાર લડ્યા, તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારી લડાઇ વિચારધારાની લડાઇ છે. અમારે માનવું પડશે કે આ ચૂંટણીમાં મોદી જીત્યા છે. હું આ ફેસલાને કોઇ રંગ નથી આપવા માગતો. આજે કોઇ ફરક નથી પડતો કે હું આની પાછળ કયું કારણ માનું છું. ફેસલો છે કે, મોદી દેશના પીએમ હશે.

રાહુલે અમેઠી લોકસભા બેઠક અંગે કહ્યું હતું કે, અમેઠીમાં સ્મૃતિ ઇરાની જીત્યા છે. હું ઇચ્છું છું કે સ્મૃતિ ઇરાનીજી ખૂબ પ્રેમથી અમેઠીની સારસંભાળ રાખશે. તેમને જીત માટે શુભેચ્છા આપું છું. સ્મૃતિ ઇરાનીને શુભેચ્છા આપતા રાહુલે કહ્યું હતું કે, અમેઠીની જનતાએ તમારા પર વિશ્વાસ કર્યો છે, તેમનું ધ્યાન રાખજો.

કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસની હારની શત પ્રતિશત જવાબદારી મારી છે.

Previous articleમોદીની વિપક્ષો પર ‘સર્જીકલ સ્ટ્રાઈક’
Next articleબદઇરાદા સાથે કોઇ કામ નહીં કરે : મોદીની ખાતરી