ભાનુશાળી હત્યા મામલે ભાજપ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાની પ્રતિક્રીયા

1196

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે ત્યારે હવે આ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે કે, જયંતિ ભાનુશાળીની હત્યાને સખત શબ્દોમાં વખોડું છું. આ મામલે રાજ્ય ગૃહ મંત્રી સાથે તપાસ બાબતે ચર્ચા કરી છે.જયંતિ ભનુશાળીના આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.

જ્યારે બીજી તરફ રાજ્યના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે કે, ચાલુ ટ્રેનમાં રાજકીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.આ મામલે તપાસ કરાશે તો દુધનુ દુધ અને પાણીનું પાણી થશે. પરેશ ધાનાણીએ કહ્યું કે રાજ્ય સરકારે તટસ્થ તપાસ કરાવવી જોઇએ. જ્યારે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ છે. ભાજપ સરકારની નીતિના કારણે સરકારી તંત્રમાં શિથિલતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની થયેલી હત્યા મામલે રેલવે પોલીસે કોચમાં હવે પંચનામું કર્યું છે. જ્યારે ફોરેન્સિક લેબોરેટરી આ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. જ્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા એટીએસને તપાસ સોંપવામાં આવી છે.

Previous articleગાંધીનગરમા ૧૦મી જાન્યુઆરીથી કરૂણા અભિયાનનો આરંભ
Next articleઉતરાયણની તડામાર તૈયારીઓ, મોદી અને રાહુલના પતંગોના લડાવશે પેચ