બીબીએ કોલેજ દ્વારા વુમન સેફટી વિષય પર કાનુની માર્ગદર્શન વર્કશોપ યોજાયો

927

કડી સર્વવિશ્વ વિદ્યાલય સંલગ્ન  બીબીએ ગાંધીનગર, કૉલેજનાં વિમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા આયોજીત વર્કશૉપમાં બીબીએની ૨૮૦ વિદ્યાર્થીઑઍ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં જાણીતા મહિલા અગ્રણી કાનુનવિદ હેતવી સંચેતી તેમજ ડો. શ્રુતિમહેતા (નાયબ પોલીસ અધિક્ષક-રાજકોટ ગ્રામ્ય) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કાનુનની આંટીઘુંટી બાબતે સરળ ભાષા માં સમજ આપી હતી. તેમજ સરકાર દ્વારા ૧૦૯૮ થી લઇ વિવિધ સહાય નંબર બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.

સાથે સાથે ભારતીય સંસદ દ્વારા વખતો વખત ઘડવા માં આવેલ મહિલા સુરક્ષા કાનુન અને તેમાં થયેલ સુધારાઓ બાબતે વિદ્યાર્થીઓ ને જાગૃત કર્યા હતા. તેમજ આ કાયદાઓ મહિલાઓ ને ફક્ત સુરક્ષિત નહિ પણ આત્મગૌરવ સાથે જીવવા માટે હોવાનું જણાવ્યું હતું. વળી કાયદાના દુરપયોગ બાબતે પણ લોકજાગૃતિની વાત કરી હતી. દુનિયામાં ભારત પશ્ચિમ ના દેશો કરતા પણ કાનુન ઘડતરમાં આગળ હોવાનું જણાવી.

વધુમાં કહ્યું હતું કે હવે આ કાયદાઓના યોગ્ય અમલી કરણની જવાબદારી ભારતીય સમાજ અને આપ જેવા યુવાઓ ની છે. તેમ જણાવ્યું હતું. કારણ કે મૂળભૂત રીતે સમાજ નું માનસ બદલાશે તો જ કાયદા ની અસરકર્તા વધશે તેમ તેઓશ્રી એ જણાવ્યું હતું. સાથે સાથે તેમણે મહિલાઓ ને લગતા પ્રશ્નો તેમજ વિદ્યાર્થીનીઓ ને મહિલાઓ ને કાનુન બાબતે જાગૃત કર્યા હતા. અને તેમના હક નો યોગ્ય ઉપયોગ કરવા અવગત કર્યા હતા.

વધુમાં મહિલા ગૃહ સુરક્ષા બાબત ના કાનુન માટે ની માહિતી આપી હતી. સાથે સાથે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીનીઓ દ્વારા તેમને મુંજવતા પ્રશ્નો હેતવી સંચેતી મેડમ ને પુછવામાં આવ્યા હતા. જેના જવાબ તેમણે ખૂબ સંતોષજનક રીતે આપ્યા હતા.

આ કાર્યક્રમમાં બીબીઍ કૉલેજનાં આચાર્ય ડૉ. રમાકાન્ત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓ ને આત્મવિશ્વાસ કેળવવા વિવિધ સૂચનો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કડી સર્વ વિશ્વવિદ્યાલય નું  ઉડ્ઢઝ્ર ઝ્રઈન્ન્ મહિલાઓનાં સર્વાંગી વિકાસ માટે  સતત અનેકવિધ પ્રવૃતિ નું આયોજન  કરી રહ્યું છે.

સમગ્ર કાર્યક્રમ ડૉ. રમાકાન્ત  પૃષ્ટિ નાં માર્ગદર્શન હેઠળ, કોલેજ ના ઉડ્ઢઝ્ર સંયોજક ડો. માર્ગી દેસાઈ દ્વારા સફળતા પૂર્વક આયોજીત કરવામાં આવ્યો હતો.

Previous articleકલોલમાં ઉતરાયણ લોહિયાળ બની, છરી મારી યુવકની હત્યા
Next articleમાણસાના સ્વામિ. મંદિરની મૂર્તિઓ ખસેડાતાં હરિભક્તોમાં દુઃખની લાગણી