આભડછેટ! દલિત યુવાને માતાની ડેડબોડી ૫ કિ.મી સાયકલ પર લઇ જવી પડી

966

આ દેશમાં સવર્ણોને હવે અનામત મળી ગઇ પણ શું સમાજમાં સમરસતા આવશે ? દલિતો પ્રત્યેનો તેમનો આભડછેટનો વ્યવહાર બંધ થશે ? ઓરિસ્સામાં હદ્રયને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. એક દલિત યુવાનની માતાનું મૃત્યુ થયું પણ ગામનાં કોઇ વ્યક્તિ તેની માતાની અંતિમક્રિયામાં કાંધ આપવા પણ ન આવ્યુ. કેમ કે, સૌને આભડછેટ નડતો હતો. અંતે તેણે તેની માતાની ડેડબોડીને સાયકલ પર લઇ જવી પડી અને એકલાએ અંતિમવિધી કરવી પડી. દુનિયાની આ કદાચ સૌથી મોટી કમનસીબી હશે કે જ્યાં માણસો કોઇ વ્યક્તિને અંતિમક્રિયા આપવામાં પણ ભેદભાવ રાખે.  આ દલિત યુવાનું નામ છે સરોજ. તેની માતા જાનકીને કફન ઓઢાડી તે પોતે જ સાયકલ પર અંતિમ ક્રિયા માટે લઇ જતો ફોટોમાં જણાય છે. સરોજની ઉંમર માત્ર ૧૭ વર્ષની છે. તે તેની માતાની ડેડબોડીને પાંચ કિલોમીટર સુંધી સાયકલ પર લઇ જાય છે અંતે જંગલ વિસ્તારમાં તેની અંતિમવિધી કરે છે.

તેની માતા જાનકી (૪૫) કુવે પાણી ભરવા ગઇ હતી પણ ત્યાં તેને ચક્કર આવતા પડી ગઇ અને ત્યાં જ મૃત્યુ થયું. જાનકીનાં પતિ પણ હયાત નથી. તેના પતિનાં મૃત્યુ પછી તે તેના પિયરમાં દિકરા સાથે રહેવા આવી ગઇ હતી અને ત્યાં તેનું મૃત્યુ થયું.

જ્ઞાતિગત ભેદભાવોએ આ દેશની શરમ બનવી જોઇએ પણ હજુય તે સમાજમાં યથાવત રહી છે તે માનવજીવનની કરુણતા જ ગણવી રહી.

Previous articleરાફેલ સહિત વિવિધ મુદ્દા પર જેટલીનો જોરદાર બ્લોગવાર
Next articleમેઘાલયઃ ૩૬ દિવસ બાદ નેવીએ ૨૦૦ ફૂટ નીચેથી પહેલો મૃતદેહ કાઢ્યો