સરદાર પટેલ નિર્વાણદિને યોજાયેલ સ્પર્ધાઓના વિજેતાનું સન્માન કરાયું

1218

ભાવનગર શહેર અને જિલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃત્તિઓ કરતા સરદાર યુવા મંડળ – ભાવનગર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના ૬૮માં નિર્વાણ દિન તા. ૧પમી ડિસેમ્બરના રોજ સરદાર બાગ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજી હતી. આ સ્પર્ધાઓના ૩૦ વિજેતાઓનો સન્માન કાર્યક્રમ તા. ૧૭-૧-૧૯ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મોતીબાગ ખાતેની લાલ બહાદુર શાસ્ત્રી પ્રા. શાળા ખાતે કાર્યક્રમ શીક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયો.

જેમાં દીપ પ્રાગ્ટય ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરેલ ત્યાર બાદ સ્વાગત પ્રવચન ત્યાર બાદ વિજેતાઓને મોમેન્ટો તેમજ સ્કુલ બેગથી સન્માનિત કરેલ તેમજ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચનો કરેલ જેમાં ચેરમેન નિલેશભાઈ રાવળ તેમજ ગુરૂકુળના પુર્વ શિક્ષક વી.જી. સવાણી ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરદાર યુવા મંડળના પ્રમુખ ભરત મોણપરા તથા શાળા શિક્ષકો નીરવભાઈ જોષી, મનોજભાઈ બારૈયા, તથા મગનભાઈ ડોડીયા, સવજીભાઈ પરમાર, જનકભાઈ કુલાવત, ભોળાનાથભાઈ ત્રિવેદી, હર્ષદભાઈ વડોદરીયા, પંકજભાઈ જોષી ઉપસ્થિત રહેલ.

Previous articleસર્વધર્મ કોઈને કટ્ટરતા નથી શીખવાડતો કે બંધનમાં નથી બાંધતો : પૂ.મોરારિબાપુ
Next articleએક વર્ષ પહેલા ચોરી કરેલ એકટીવા સાથે બે શખ્સોને ઝડપી લેતી એલસીબી