કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે, લોકસભા મુદ્દે કરશે મહામંથન

640

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ૩ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પ્રદેશ નેતાઓની નારાજગી વચ્ચે રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન જેઓ લોકસભા બેઠકના આગેવાનો સાથે બેઠક કરશે.

સોમવારે યોજાવનારી વિસ્તૃત કારોબારીમાં પણ રાજીવ સાતવ હાજરી આપશે. રાજીવ સાતવે પ્રતિક્રિયા આપી છે કે, આ દરમિયાન જિલ્લા, તાલુકા લેવલે સભ્યો-કાર્યકર્તા સાથે મુલાકાત થશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને નિરીક્ષકો સાથે પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ તમામ ધારાસભ્યો સાથે પણ મુલાકત કરીશું.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે ખાસ અભિયાન હાથ ધરેલ છે. આ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાતના પ્રભારી આજથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમનને પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે. અગાઉ ગ્યાસુદ્દીન શેખના નિવેદને પણ કકળાટના હવનમાં ઘી નાંખવાનું કામ કર્યુ હતું. કોંગ્રેસમાં નારાજ નેતાઓને લઈને ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યા હતા. ત્યારે વીટીવીની ટીમ સાથે વાત કરતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી હતી કે, મારી વાતનો અર્થનો અનર્થ થઈ રહ્યો છે.

સિનિયરોને સન્માન સાથે આગળ વધવુ જોઈએ. ૫થી ૭ નેતાઓ એવુ માનતા હોય છે કે, પાર્ટીના માલિક છે તો તે ખોટું છે. હાલમાં કોંગ્રેસની સારી સ્થિતિ ચાલી રહી છે. કોંગ્રેસમાં જુનિયર અને સિનિયર નેતૃત્વ એક સાથે રહે છે. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે, નેતાના કારણે પાર્ટી નહી પરંતુ કાર્યકરોના કારણે પક્ષ ચાલે છે.

કોંગ્રેસમાં નારાજ નેતાઓને લઈને ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યા હતા. ત્યારે વીટીવીની ટીમ સાથે વાત કરતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી હતી કે, મારી વાતનો અર્થનો અનર્થ થઈ રહ્યો છે. સિનિયરોને સન્માન સાથે આગળ વધવુ જોઈએ.

Previous articleસરકારી સહાય નહીં મળવામાં કિન્નરો પણ સામેલ : યોજનાઓ કાગળ પર જ
Next article૮૫ હજાર કરોડના વાયદા કરી છૂ થઈ જનારા સાથે ફરી MOU!