શિક્ષકોની બેદરકારી : ધો. ૧ ના ર૦ વિદ્યાર્થીઓને પુરી તાળુ માર્યું, વાલીઓએ બારી તોડી કાઢયા

694

ગીર સોમનાથના માઢવાડ ગામમાં શિક્ષકોની ગંભીર બેદરકારી સામે આવી છે. ઘટના છે માઢવાડ ગામની પ્રાથમિક શાળાની. જ્યાં શિક્ષકોની બેદરકારીના કારણે ધોરણ ૧ના બાળકોને ક્લાસ રૂમમાં પુરાઈ રહેવું પડ્‌યું. શાળાના શિક્ષકોને ઘરે જવાની એટલી તો ઉતાવળ હતી કે ધોરણ ૧માં અભ્યાસ કરતા ૨૦ બાળકોને ક્લાસ રૂમમાં જ પૂરીને બહારથી લોક મારીને જતા રહ્યા.

અન્ય એક બેદરકારી એ પણ સામે આવી છે કે, આ ધોરણ ૧ના વિદ્યાર્થીઓને ધોરણ ૮ના બે વિદ્યાર્થી ભણાવી રહ્યા હતા. જોકે આ મામલે જ્યારે બાળકોના પરિવારજનોને જાણ થઈ ત્યારે બાળકોને રૂમનો દરવાજો બંધ હોવાથી રૂમનીબારી તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.

અહીં સવાલ શિક્ષણ વિભાગ પર અને આજના શિક્ષકો પર પણ ઉઠી રહ્યા છે. બાળકોને અભ્યાસ કરાવવાના બદલે વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ કરાવી રહ્યા છે. આ સાથે જ ઘરે જવાની ઉતાવળમાં વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં પૂરી દેવા શું આવી જ રીતે શિક્ષકો સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે. જો આવી જ સ્થિતિ હોય તો બાળકોનું ભવિષ્ય શું ? આવા શિક્ષકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

Previous articleકૌભાંડ : મહિલાઓને રસોડાની કીટના બદલે કડીયાકામની કીટ અપાઇ
Next articleમાર્ચ ૩૦ પહેલા ૧ લાખ ૧૧ હજાર કરોડનું મૂડી રોકાણના કામો શરૂ થઈ જશે : સરકારનો દાવો