હિંમતનગર તાલુકાના ક્ષત્રિય પ્રભાવિત ગામડાઓમાં ભાજપના ઉમેદવારનો વિરોધ

619
gandhi13122017-2.jpg

વિધાનસભા ની ચુંટણીઓનો પ્રચાર પ્રસાર સમી ગયો છે. ત્યારે હિંમતનગર વિધાનસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર નો ક્ષત્રિય પ્રભાવિત ગામડાઓમાં ઠેર ઠેર વિરોધ હોવાના બેનરો લગાડવામાં આવી રહયા છે. હિંમતનગર ની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ માટે કાંટાની ટકકર બની રહેતો નવાઈ નહીઃહાલમાં મતદારો નો મિજાજ બંન્ને રાજકીય પક્ષો તરફ જોવા મળે પરંતુ ચુંટણીઓના મેદાન માં કોણ હાર જીત નો સ્વાદ ચાખે છે તેતો આગામી ૧૮ મી ડીસેમ્બર જ માલુમ પડશે. પરંતુ હાલમાં કોંગ્રેસ નો માહોલ જોતાં હિંમતનગર ની બેઠક ભાજપ ના હાથમાંથી સરકી જાય તો નવાઈ નહી.ભાજપ ના ઉમેદવાર નો ગામડાઓમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહયો છે. તો તેવી સામે શહેરી વિસ્તાર માં ભાજપ સામે કોંગ્રેસ નો વિરોધ થઈ રહયો છે. ત્યારે હિંમતનગર બેઠક માટે કોઈપણ પક્ષ જંગી બહુમતિ થી જીતે તેવા કોઈ અણસાર દેખાતા નથી. 

Previous articleમોદી-રાહુલના રોડ શો રદ્દ : તંત્ર અચાનક કેમ સિંઘમ બની ગયું?
Next articleહિંમતનગરમાં ભાજપ-કોંગ્રેસ ધ્વારા બાઈક રેલી યોજાઈ