વિધાનસભાની ઉત્તર ગુજરાતની બેઠકોનો પ્રચારનો સમય આજે સાંજે પ વાગે પુરો થયા ના અગાઉ રાજકીયપક્ષ ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો ના સમથૅન માં કાયૅકરો ધ્વારા બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ભાજપ ધ્વારા બે હજાર થી વધુ કાયૅકરતાઓ સાથે સવારે બાઈક રેલી યોજાઈ હતી. જયારે કોંગ્રેસ ધ્વારા બપોર બાદ પ૦૦ થી વધુ બાઈક સવારો સાથે રેલી યોજવામાં આવી હતી.