રાજ્યકક્ષાના ‘આયના-મેગ્નેટ’ તેમજ એન્ટર પેન્યોર ફિયેસ્ટા કાર્યક્રમનો શુભારંભ

765
gandhi13122017-10.jpg

ગાંધીનગરમા આવેલ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કૉલેજ ઓફ બિજનેસ ઍડમીનીસ્ટ્રેશન ખાતે  સતત ૧૮ વર્ષથી “આયના” શૈક્ષણિક તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ તેમજ મેનેજમેન્ટ પ્રદર્શન અને ઉધોગ સાહસિકતાનું પ્રાયોગિક અમલીકરણ આમ ત્રણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને કેળવવા માટે નો ત્રિવેણી સંગમ સમાન કાર્યકર્મની શરૂઆત બીબીએ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાથનાથી કરવામાં આવી હતી.આ વર્ષનાં કાર્યક્રમને કડી સર્વ વિશ્વ વિદ્યાલયનાં ડાયરેક્ટર ડી.ટી. કાપડિયા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ સેક-૨૩, કડી કૅંપસનાં ડાયરેક્ટર સૉમભાઈ પટેલ સાહેબ પણ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 
કોલેજના આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ દ્વારા તમામ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓનો પરિચય આપ્યો હતો. તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલય ના કમ્પ્યુટર વિભાગ ના ડીન ડો.સંજયભાઈ શાહ કોમર્સ કોલેજના આચાર્ય ડો.વિજ્ઞા ઓઝા એમ.બી.એ. વિભાગના એચ.ઓ.ડી ડો.સોનું ગુપ્તા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રણે ઇવેન્ટના ઓવર ઓલ ઇન્ચાર્જ ડો.જયેશ તન્ના દ્વારા તમામ ઇવેન્ટ વચ્ચે ખુબ સમન્વય સ્થાપ્યું હતું. તેમજ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી આપી હતી.આ વર્ષ ની થીમ જીવન ના વિવિધ રંગ ને અનુરૂપ વિદ્યાર્થીઓ એ ખુબ આકર્ષક રીતે કર્ય્ક્યામ ને ઓપ આપ્યો હતો.
આ વર્ષે ગુજરાતની  કુલ ૩૯ શાળાઓ ના ૪૦૦૦ વિદ્યાથીઓ  વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લેવા આવ્યા હતા. તેમજ તેની સાથે સાથે કોલેજ ના ૮૬૪ વિદ્યાર્થીઓ પણ વિવિધ કમિટીઓ માં તેમજ મેગ્નેટ પ્રદશન આયના ની સ્પર્ધાઓ અને એન્ટર પેન્યોર ની સ્પર્ધાઓ માં ભાગ લઇ રહ્યા છે. આમ કોલેજ નો એક પણ વિદ્યાર્થી એવો નથી જે કોઈ ને કોઈ રીતે ઇવેન્ટ મેનેજમેન્ટ કે સ્પર્ધાઓ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલ ન હોય.  કુલ ૧૩ સ્પર્ધાઓ માં ગુજરાત ના વિવિધ  ક્ષેત્ર ના ખ્યાતનામ વ્યક્તિઓ ને નિર્ણાયક તરીકે બોલાવવા માં આવ્યા છે.

Previous articleહિંમતનગરમાં ભાજપ-કોંગ્રેસ ધ્વારા બાઈક રેલી યોજાઈ
Next articleચૂંટણી નજીક પરંતુ હજુસુધી મતદારને ચૂંટણીકાર્ડ મળ્યા નથી