સાવરકુંડલામાં બીડી કામદારમાં બનાવાયેલ કરબલાના રોજા બન્યા આકર્ષણનું કેન્દ્ર

1183
guj3092017-3.jpg

સમગ્ર દેશ સહિત વિદેશમાં મહોરમ ઉલહરમની ઉજવણી થઈ રહી છે ત્યારે સાવરકુંડલામાં પણ રોશનીથી શણગારીને શબીલો બનાવવામાં આવ્યા છે ત્યારે બીડી કામદાર સો.માં ફેઈઝ ગ્રુપ દ્વારા કરબલા શરીફના રોજ ફ્લોટસ બનાવવામાં આવ્યો છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પીર સરકાર સૈયદ મુનીરબાપુ દ્વારા ગઈકાલે દિદાર માટે રોજા શરીફને ખુલ્લું મુકવામાં આવ્યું છે. 
અહીં બહોળી સંખ્યામાં લોકો જોવા માટે પહોંચી જાય છે. આ તકે ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ ઈરફાનભાઈ કુરેશી, યુનુસભાઈ જાદવ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને ફેઈઝ ગ્રુપના યુવાનો દ્વારા અહીં જરૂરી વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.

Previous articleજાફરાબાદમાં પ્રાચીન ગરબાની રમઝટ
Next articleરાજુલામાં ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલની રેલી, મહાસભા યોજાઈ