ગારિયાધાર વિધાનસભા સીટના વિસ્તારક ભરતભાઈ મોણપરાનો વિદાય સમારંભ

735
bvn12122017-2.jpg

પંડિત દિનદયાળજીના જન્મ શતાબ્દી વરસના ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા એક વરસના વિસ્તારક યોજના બતાવેલ. જેમાં ભાવનગરના સરદાર યુવા મંડળના પ્રમુખ અને સામાજીક કાર્યકર્તા ભરત મોણપરાને ગારિયાધાર વિધાનસભાના વિસ્તારકની જવાબદારી સોંપેલ આથી વિસ્તારકની જવાબદારી નિભાવવા તેમજ પંડિત દિનદયાળજી ઉપાધ્યાયના વિચારો પ્રચાર-પ્રસાર કાર્ય તેમજ પક્ષને મજબુત કરવાના કામમાં સામેલ થયેલ. તા.૭-૧ર-૧૭ના રોજ વિસ્તારક ભરત મોણપરાનો વિદાય કાર્યક્રમ ગારિયાધાર સ્વામીનારાયણ સંસ્થાના પ.પૂ. વિષ્ણુપ્રકાશદાસજી અને કોઠારી સ્વામીના હસ્તે શાલ અને સ્મૃતિ ભેટ અર્પણ કરીને સન્માન કરેલ. જેમાં ગારિયાધાર તાલુકા શહેર ભાજપ પરિવાર તેમજ વી.ડી. સોરઠીયા, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, બટુક મકવાણા, દીગુ રાજ્યગુરૂ, અલ્પેશભાઈ તેમજ યુવા મોરચાના નિલેશ રાઠોડ, હસુભાઈ વઘાસીયા, અલ્પેશ ઠક્કર સહિત ઉપસ્થિત રહીને શુભકામના પાઠવી હતી.

Previous articleદક્ષિણામૂર્તિ એક્ટિવીટી સેન્ટરનું ગૌરવ નેશનલ ટેબલ ટેનિસમાં મન જોશીની પસંદગી
Next articleઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ક્રેઈન સાથે બે શખ્સો ઝડપાયા