અમિતભાઇ શાહનો આગામી ૪ થી ૯ નવેમ્બર સુધી ગુજરાતના ૩૧ જીલ્લાનો રાજ્યવ્યાપી પ્રવાસ

818
gandhi3112017-3.jpg

૫૦,૧૨૮ બુથના પ્રમુખો તેમજ ૨૮,૬૩૯ શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જોને દરેક બુથમાંથી કોંગ્રેસ નેસ્તનાબૂદ કરી જડમૂળમાંથી ઉખાડી ફેંકવા 
પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યાએ ભારતીય જનતા પાર્ટી મીડિયા સેન્ટર ખાતે પત્રકાર મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ તારીખ ૪ અને ૫ તેમજ ૭, ૮, અને ૯ નવેમ્બરના રોજ એમ, કુલ મળીને પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. 
ભાજપા સર્વવ્યાપી અને સર્વસ્પર્શી સંગઠન છે. અમારી ઉપર જનતા જનાર્દનનો પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ બળ છે. વિચારચારા એ ભાજપાનું આત્મબળ છે, કાર્યકર્તા એ પાર્ટીનો પ્રાણબળ છે, સેવા અને સંગઠનના કાર્યક્રમો એ પાર્ટીનું ચાલકબળ અને વિજયબળ છે. અમિતભાઇ શાહની આગેવાની માં ભાજપા આજે ૧૧ કરોડ સદસ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકિય પાર્ટી બની છે. ગુજરાતમાં ભાજપાના એક કરોડથી વધુ સભ્યો છે. કાર્યકર્તાઓ અમારી સંગઠન શક્તિ છે.
ભાજપા સંગઠન હંમેશા લોકોની વચ્ચે લોકસેવાના કાર્યક્રમો સતત કરતું હોય છે. તેવી જ રીતે ભાજપાના નેતાઓ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક, સંવાદ, બેઠકો, કાર્યક્રમો યોજીને સંગઠનશક્તિ વધુ મજબૂત બને તે માટે સતત કાર્યરત હોય છે, એ ભાજપાની સંગઠન પધ્ધતિની કાર્યશૈલી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સમગ્ર ગુજરાતમાં તારીખ ૪ અને ૫ તેમજ ૭, ૮ અને ૯ નવેમ્બરના રોજ એમ, કુલ મળીને પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજશે. એ બેઠકમાં જીલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ, જીલ્લાના હોદ્દેદાર, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન-ડિરેક્ટર, નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચૂંટાયેલ પાંખ તેમજ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જો ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઇ શાહ સાથે સંવાદ યોજશે અને આગામી ચૂંટણીઓમાં ભાજપાના ૧૫૦+ ના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવાની રણનીતિ વધુ અસરકારક, વધુ મજબૂત બને તે માટે અને ૫૦,૧૨૮ બુથના પ્રમુખો તેમજ ૨૮,૬૩૯ શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જોને દરેક બુથમાંથી કોંગ્રેસને નેસ્તનાબૂદ કરી જડમૂળમાંથી ઉખાડી ફેંકવા અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. ભાજપાની લોકસેવા અને કાર્યકર્તાઓ સાથે સીધા સંપર્કની હંમેશાથી નીતિ રહી છે.

Previous articleભાજપ ઘેર ઘેર ફરીને ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરશે
Next articleબરવાળામાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર અપાયું