બરવાળામાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર અપાયું

760
guj3112017-5.jpg

બોટાદ જિલ્લાના બરવાળા મુકામે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા જીતુભાઈ વાઘાણી (પ્રદેશ અધ્યક્ષ ભાજપ) વિરૂધ્ધમાં રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માધવસિંહ પઢીયાર, ખુમાનસિંહ ડાભી, આણંદસિંહ ડોડીયા, ભોલાભાઈ મોરી, નરેન્દ્રસિંહ વેગડ સહિત બરવાળા તાલુકા રાજપૂત સમાજના ૧૦૦૦થી વધારે આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને બાઈક રેલી કાઢી બરવાળા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
બરવાળા તાલુકા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભાવનગર જિલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ તથા સમાજના આગેવાન દાનસંગભાઈ મોરી ઉપર પ્રદેશ અધ્યક્ષ ભાજપ દ્વારા ખોટી રીતે રાજકિય કિન્નાખોરી રાખી ખોટા પોલીસ કેસો કરી, કેસોમાં ફસાવી તેમજ ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે બરવાળા તાલુકા કારડીયા રાજપૂત સમાજ દ્વારા તા.ર-૧૧-ર૦૧૭ના રોજ બપોરના ર-૦૦ કલાકે નાવડા ત્રણ રસ્તેથી હાઈવે રોડ થઈ મામલતદાર કચેરી ખાતે બાઈક રેલી કાઢવામાં આવી હતી અને દાનસંગભાઈ મોરીના સપોર્ટમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.