ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ક્રેઈન સાથે બે શખ્સો ઝડપાયા

821
bvn12122017-3.jpg

ગઢડા તાબેના માંડવધાર ગામ નજીકથી ક્રેઈનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહેલા બે બુટલેગરોને ગઢડા પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી રાહે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ગઢડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર. બી.કરમટીયા તથા સ્ટાફના પો.કોન્સ. જયપાલસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ગોહિલ એ રીતના સ્ટાફના માણસો સાથે દારૂના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, એક ટાટા ૨૦૭ ક્રેન વાળી ગાડી નં.૯૧૩૮ ની ભડલીથી ગઢડા તરફ આવે છે જેમાં દારૂ ભરેલ છે તેવી બાતમી મળતા ગઢડાના પી.એસ.આઇ. તથા તેના સ્ટાફના માણસો માંડવધાર રોડે વોચમાં રહેતા બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવી ચેક કરતા માલદેવસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા દરબાર ઉવ.૩૧ રહે.રાજકોટ,મહુડી ચોકડી, કારડીયા સમાજની વાડી પાસે, જલારામચોક મુળરહે.દેવગણાં તા.રાણપુર જી.બોટાદ તથા બાજુની સીટમાં શાબીર રજાકભાઇ પવાર જાતે.મુસ્લિમ ઉવ.૨૯ રહે.અમદાવાદ, ગોમતીપુર, જુલતામીનારા અહેમદ સોસાયટી મુળરહે.સીકર,રેલ્વે સ્ટેશન પાસે, મિલન હોટલની બાજુમાં ઇસ્લામિક હાઇસ્કુલની બાજુમાં તા.જી.સિકર રાજસ્થાન વાળાઓ પાસેની ટાટા ૨૦૭ ક્રેનવાળી ફોરવ્હીલ ગાડીમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૮૬ કિ.રૂ.૧,૭૧,૬૦૦/- તથા બીયર ટીન નંગ-૨૪૦ કિ.રૂ.૩૬,૦૦૦/- તથા એક ફોરવ્હીલ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬,૦૮,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા ગઢડા પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 

Previous articleગારિયાધાર વિધાનસભા સીટના વિસ્તારક ભરતભાઈ મોણપરાનો વિદાય સમારંભ
Next articleબુધેલ ગામે ઉનના ગોડાઉનમાં વિકરાળ : ફાયર દોડી ગયું