બુધેલ ગામે ઉનના ગોડાઉનમાં વિકરાળ : ફાયર દોડી ગયું

669
bvn12122017-6.jpg

ભાવનગર-તળાજા હાઈવે પર આવેલ બુધેલ ગામે એસબીઆઈ બેંકની બાજુમાં ઉનના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ભાવનગર ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો છટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ બુધેલ ગામે એસબીઆઈ બેંકની બાજુમાં આવેલ વિજયભાઈ ગોવિંદભાઈ મોરીની માલિકીના ઉનના ગોડાઉનમાં મોડીસાંજે એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવ અંગેની જાણ દિનેશભાઈ પટેલ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરાતા તુરંત ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બે ગાડી પાણી છાંટી આગને કાબુમાં લીધી હતી. આગમાં ગોડાઉનમાં રહેલ ગાદલા, ગોદડા, કાપડ, તકીયા સહિતનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આગનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી.

Previous articleઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી ક્રેઈન સાથે બે શખ્સો ઝડપાયા
Next articleવાતાવરણમાં ફરી પલ્ટો : ભર શિયાળે ગગનમાં વાદળો છવાયા