એસઓજીએ ચોરી કરતી ગેંગના ૩ શખ્સોને ઝડપી લીધા

668
bhav25112017-6.jpg

ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમએ રાજ્ય તથા પરપ્રાંતમાં, બેંક, એટીએમ, સ્કુલ, ઘરફોડ, વાહનના શો-રૂમ સહિતના સ્થળો પર ચોરી કરતી ગેંગના ૩ શખ્સોને ઝડપી લઈ ર૮ જેટલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસના જવાનો આજરોજ ચિત્રા-સિદસર રોડ પર આવેલ તપોવન સ્કુલ પાસે પેટ્રોલીંગમાં હતા તે વેળા ત્રણ શખ્સો બાઈક પર શંકાસ્પદ હાલતે પસાર થતા જેને અટકાવી શખ્સોના નામ સરનામા સાથે તેની પાસે રહેલ મુદ્દામાલની તલાશી હાથ ધરેલ. જેમાં શખ્સોએ પોતાના નામ સંજય ઉર્ફે ગબ્બર જગદિશ બારૈયા ઉ.વ.ર૯ રહે.એસ.ટી. વર્કશોપ પાસે, મફતનગર, ચિત્રા, મનુ ઉર્ફે મનોજ કરમશી સોલંકી ઉ.વ.૩૬, રહે.સીંજીવાડા, તા.માતર, જિ.ખેડા તથા શાંતિ મેરૂ જાદવ ઉ.વ.ર૭ રે.ચિત્રા ફિલ્ટર, પાણીની ટાંકી મફતનગરવાળા હોવાનું જણાવેલ. આ શખ્સો પાસે રહેલ થેલામાંથી સોના-ચાંદીના દાગીના મોબાઈલ તથા રોકડ રકમ બાઈક મળી કુલ રૂા.૯૪૬પ૦નો મુદ્દામાલ મળી આવતા તમામને પોલીસ મથકે લાવી સરભરા કરી પુછપરછ હાથ ધરતા ત્રણેય ઈસમોએ ભાવનગરના અલગ-અલગ વિસ્તારો સાથે ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા દિલ્હીમાં ચોરીનો કસબ અજમાવ્યાની કબુલાત સાથે બેંક તથા એટીએમમાં ચોરીની કબુલાત આપી હતી.આ શખ્સોએ પ્રાથમિક તપાસ દરમ્યાન નાની-મોટી કુલ ર૮ ચોરીની કેફીયાત આપતા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની ગેંગના અન્ય સાગરીતોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પી.આઈ. ડી.ડી. પરમાર, હે.કો. અનિરૂધ્ધસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ગોહિલ, પો.કો. નીતિનભાઈ ખટાણા, હરેશભાઈ ઉલ્વા, જીતેન્દ્રસિંહ જાડેજા, સોહિલભાઈ ચોકીયા, રાજદિપસિંહ ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, મહેન્દ્રસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Previous article દિલીપ ઉર્ફે સુખોને ભદ્રાવળથી ઝડપી લેતી એસઓજી
Next article જિલ્લાની ૭ બેઠકો માટે ૭૧ મૂરતિયા મેદાનમાં