દક્ષિણામૂર્તિ એક્ટિવીટી સેન્ટરનું ગૌરવ નેશનલ ટેબલ ટેનિસમાં મન જોશીની પસંદગી

715
bvn12122017-4.jpg

દક્ષિણામૂર્તિ એક્ટિવીટી સેન્ટર ખાતે ટેબલટેનીસ એકેડેમીમાં તાલીમ લેતા મન જોશી આગામી તા.૧૪ થી ૧૯ ડિસેમ્બર દરમ્યાન ગોવા ખાતે કેડેટ બોયઝ (એન્ડર-૧૩)માં ગુજરાતની ટીમમાં રમશે. નોંધનિય બાબત એ છે કે અંડર-૧૩માં ભાવનગર જિલ્લામાંથી એક માત્ર મન જોશીની પસંદગી થયેલ છે. જે ભાવનગર ટેબલ ટેનીસ માટે ગૌરવની વાત છે. આ તકે દક્ષિણામૂર્તિ એક્ટિવીટી સેન્ટર અને ભાવનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એસોસીએશન દ્વારા મન જોશીને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.

Previous articleનંદકુંવરબા કોલેજ ખાતે ડો.વેદાંત પંડ્યાનું વ્યાખ્યાન
Next articleગારિયાધાર વિધાનસભા સીટના વિસ્તારક ભરતભાઈ મોણપરાનો વિદાય સમારંભ