રાણપુરના ખસ ગામના કુવામાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : ચાર શખ્સોએ કરી હત્યા

1007
bhav18102017-8.jpg

તા.૨૭/૦૯ના રોજ રાણપુર ગામની સિમમાં અવાવરૂ કુવામાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવેલ અને આ અજાણી વ્યક્તિ તે જગદિશભાઈ ધિરુભાઈ મેર ઉ.વ.૩૦ રહે-ખસ ગામના હોવાનુ તપાસ દરમ્યાન જણાઈ આવેલ.લાશનુ પેનલ ડોક્ટરથી ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ.કરાવવામા આવેલ. ડોક્ટરના પી.એમ.રિપોર્ટમા મરણજનાર જગદિશભાઈની હત્યા થયેલાનું જણાઈ આવતા બોટાદ પોલીસ અધિક્ષક  સજનસિંહ પરમારેએ આ હત્યા  અંગેનો ગુન્હો શોધી કાઢવા એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર રાજુ કરમટિયા તથા ટીમને સુચના આપેલ.
મરણજનાર જગદિશભાઈ ધિરુભાઈ મેરના પ્રેમ સંબંધ અંગેની માહિતી એકત્રિત કરાવતા જણાઈ આવેલ કે પ્રેમીકાના બાપુજીએ,ભાઈએ અને કુટુંબી સગાઓ દ્વારા આ સબંધો સહન ન કરી શકતા આ કરુણાંતિકા નો અંજામ આપવા  વિજય ઉર્ફે ભુરો રમેશભાઈ સારોલા (ઉ.વ.૧૯), રમેશ મનજીભાઈ સારોલા (ઉ.વ.૪૨), ભુપત દેવજીભાઈ વડદરીયા (ઉ.વ.૨૩) રહે-તમામ ખસ ગામ દેનાબેંક પાછળ તા.રાણપુર જી.બોટાદ, સુનિલ ઉર્ફે ચમન ભરતભાઈ વડદરીયા ઉ.વ.૨૩એ જગદિશ ભાઈની હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું હતું. 
મરણજનાર જગદિશભાઈ ધિરુભાઈ મેરને આરોપી વિજય ઉર્ફે ભુરાએ તેના મીત્રના ઘરેથી ખસ ગામની નદીમા બોલાવી કોદાળી,લાકડીઓ જેવા હથીયારો સાથે તેના બાપુજી તથા કુટુંબી સગાઓને હાજર રાખી અંધારાનો લાભ લઈ ક્રુર રીતે માર મારી હત્યા કરી લાશને સુનિલ ઉર્ફે ચમન ભરતભાઈ વડદરીયા ની પીયાગો રીક્ષામા નાખી રાણપુર ગામની સીમમાં પાણીથી ભરેલ અવાવરૂ કુવામાં નાખી પુરાવાનો નાશ કરેલ અને કોઈપણને આ હકિકત નહિ કહેવા અંગે સોગંધ ખાઈ ગુન્હાનો અંજામ આપેલ છે. 
એસઓજી શાખાના ઈન્સ રાજુ કરમટિયા, નાગજીભાઈ, મહાવીરસિંહ, પરાક્રમસિંહ, ભગીરથભાઈ, રાઘવભાઈ તથા પેરોલ/ફર્લો સ્ક્વોર્ડના મુકેશભાઇ, ભારદ્રાજભાઇ, શામજીભાઇ, હસુભાઈને સીધુ માર્ગદર્શન પુરૂ પાડી અન ડિટેક્ટ ખુનનો ગુન્હો ડિટેક્ટ કરવામા સફળતા મેળવી હતી. 

Previous article જરૂરિયાતમંદોને કપડાનું વિતરણ કરાયુ
Next article માનવસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબોને કીટ વિતરણ