નંદકુંવરબા કોલેજ ખાતે ડો.વેદાંત પંડ્યાનું વ્યાખ્યાન

947
bvn12122017-1.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોમર્સ કોલેજ દેવરાજનગરમાં બી.બી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે માર્કેટિંગનું મહત્વ વિષય ઉપર ડો. વેદાંત પંડ્યાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતું.ઝડપથી બદલાતા આ યુગમાં માર્કેટિંગનું મહત્વ ખુબ જ વધતું જાય છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા વિદ્યાર્થીઓને બજારમાં કોઈપણ વસ્તુનું માર્કેટિંગનું મહત્વ કેવુ અને કેટલુ છે ? તે અંગે યુનિ.ના રજીસ્ટ્રાર ડો. વેદાંત પંડ્યાએ માર્ગદર્શન આપ્યું હતું.