GPSCનો કાર્યક્રમ જાહેર, ૧૦% આર્થિક અનામત સાથે કાલથી ભરતી પ્રક્રિયા શરૂ

657

આર્થિક સ્તરે પછાત વર્ગો માટે ૧૦ ટકા અનામતના અમલમાં માત્ર કુટુંબની વાર્ષિક આવકના એક માપદંડને મંત્રીમંડળની બેઠકમાં સ્વિકૃતિ આપ્યાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યા બાદ બુધવારે સાંજે ગુજરાત જાહેર સેવા આયોગ- ય્ઁજીઝ્રએ ભરતી કાર્યક્રમ જાહેર કર્યો હતો. ગુરૃવારે નિયમો સાથે અમલ સંદર્ભે નોટિફિકેશન બહાર પડયા બાદ ૧૦ દિવસથી સ્થગિત ભરતી પ્રક્રિયા પણ પુનઃ શરૃ થઈ જશે.

ચાલુ વર્ષે જૂનથી ડિસેમ્બર દરમિયાનના છ મહિનામાં જ ય્ઁજીઝ્રદ્વારા ગુજરાત સરકારના વહિવટીતંત્રની અનેકવિધ કેડરોમાં ૪૬૧૭ જગ્યાઓ માટે ક્લાસ વન- ટુ ઓફિસરોની ભરતી થશે. જેમાં ૧૦ ટકા બેઠકો આર્થિક પછાત સર્વણો માટે અનામત રહેશે.

રાજ્યમાં પહેલાથી જ ૨૭ ટકા ઓબીસી વર્ગ માટે, ૧૫ ટકા એસટી અને ૭.૫ ટકા એસસી એમ કુલ મળીને ૪૯.૫ ટકા રિર્ઝવેશન છે. જે હવે વધીને ૫૯.૫ ટકા થશે. ય્ઁજીઝ્ર ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, પંચાયત સેવા, પોલીસ ભરતી બોર્ડથી લઈને સરકારમાં વિભાગીય ભરતી સત્તામંડળોથી લઈને બોર્ડ- નિગમોમાં પણ ભરતી હેઠળની કુલ જગ્યાઓ પૈકી ૫૯.૫ ટકા રિર્ઝવેશન હેઠળ રહેશે. આથી આ ચારેય વર્ગમાં અનામતની જગ્યાઓને અલગથી તારવીને નવેસરથી ભરતી પ્રક્રિયા શરૃ કરવામાં આવશે.

ગુજરાત સરકારે ૧૩ જાન્યુઆરીએ ૧૪મી જાન્યુઆરી થી ૧૦ ટકા આર્થિક અનામતના અમલ માટે તમામ ભરતી પ્રક્રિયાઓને સ્થગિત કરવા આદેશો આપ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવના કેહવા મુજબ બંધારણમાં થયેલા સુધારાથી રાજ્યોનો નોટિફિકેશનથી ૧૦ ટકા આર્થિક સ્તરે પછાત વર્ગો માટે અનામતની વ્યવસ્થા કરવા અધિકાર પ્રાપ્ત થયો છે. મંત્રી પરિષદની બેઠકમાં તેના માપદંડો નક્કી થઈ ગયા છે એટલે મોડામાં મોડા ગુરૃવારની સાંજ સુધીમાં નોટિફિકેશન પસિધ્ધ કરી દેવાશે. જેથી શુક્રવારથી ભરતી સંસ્થાનો, કમિટીઓ આગળની પ્રક્રિયા આપોઆપ શરૃ કરી શકશે.

Previous articleહાર્દિક પટેલને મહેસાણા પ્રવેશવા ન દેવા માટે સરકારની રજૂઆત
Next articleસુઝુકીનો જે પ્લાન્ટ ચાલુ છે તેનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત