સમગ્ર વિશ્વમાં તમામનુ ધ્યાન ખેંચી રહેલા સાબરમતી રિવર ફ્રન્ટ પર આજે વધુ એક ઐતિહાસિક સિદ્ધી જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના દિવસે જાહેરાત કર્યા બાદ ધારણા પ્રમાણે જ આજે મંગળવારને સવારે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે રીવરફ્રન્ટ પરથી સી પ્લેન મારફતે ધરોઇ જવા માટેની ઉડાણ ભરી હતી. આની સાથે જ વિકાસના એક નવા પ્રકરણની શરૂઆત થઇ હતી. વિકાસના નવા સોપાન વચ્ચે મોદીએ પાલડી-સાબરમતી રિવર ફ્રન્ટ પરથી ધરોઇ સરોવરમાં ઉડાણ ભરી હતી. અમદાવાદનો રીવરફ્રન્ટ રાષ્ટ્ર અને વિશ્વમાં નઝરાણુ બન્યો હતો. મોદીએ નવા સોપાનો સર કર્યા છે. ગુજરાત અને અમદાવાદને હવે ભવિષ્યમાં સી પ્લેન સેવાનો લાભ મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં ઘોઘાથી દહેજ રો રો ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમદવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આજે વધુ એક ઉંચાઇ ગુજરાત સરકારે હાંસલ કરવાની દિશામાં પગલુ ભર્યુ હતુ. આજે સવારે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં સાબરમતી નદીના સરદાર બ્રીજના નીચેપાલડીથી દેશની સૌ પ્રથમ સી પ્લેન સર્વિસની શરૂઆત થઇ હતી. મોદીએ પ્રથમ વખત તેમાં મુસાફરી કરી હતી. આની સાથે જ ગુજરાત અને અમદાવાદને એક અમુલ્ય ભેંટ આપી દેવામાં આવી છે. ભારત માતા કી જય અને વન્દે માતરમના નારા રીવરફ્રન્ટ પર ગુંજી ઉઠ્યા હતા. મોદી મોદીના નારા પણ લાગ્યા હતા. મોદી સરવારે ૧૧ વાગે સાબરમતી નદીથી સી પ્લેનમાં સવાર થઇને
ધરોઇ માટે રવાના થયા હતા. સાબરમતીથી ઉડાણ ભર્યા બાદ મોદી ધરોઇ ખાતે પહોંચી ગયા હતા. મિનિટોમાં જ ધરોઇ પહોંચ્યા બાદ જનતા જનાર્દનના અભિવાદન ઝીલતા મોદી શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચી ગયા હતા. બાજપના મિડિયા વિભાગની યાદીમનાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાત વિકાસનુ એક આગવી મોડેલ બન્યુ છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે અમદાવાદ હવે દેશના આર્થિક વિકાસના કેન્દ્રમાં આવી ગયુ છે. અમદાવાદી વિકાસના નવા સોંપાને વધાવવા માટે સાથે સાથે અભિનંદન આપવા માટે મોટી સંખ્યામાં લોકો રીવરફ્રન્ટ ખાતે સવારે પહોંચી ગયા હતા. ભાજપના નેતાઓનુ કહેવુ છે કે ભાજપનો મંત્ર વિકાસ છે અને કોંગ્રેસનો મંત્ર વિવાદ છે. સી પ્લેનમાં મુસાફરી કરનાર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી પ્રચારમાં વિકાસનો મુદ્દો ન આવતા તેમના વિરોધી તેમની ટિકા કરી રહ્યા હતા. જો કે મોદીએ આજે વિકાસનો વિરોધ કરનારને જવાબ આપ્યો હતો. મોદી સી પ્લેન મારફતે રીવર ફ્રન્ટથી ધરોઇજવા માટે રવાના થયા હતા. હજુ સુધી કોઇ વડાપ્રધાન સી પ્લેનમાં બેઠા નથી. આ ખાસ પ્રકારના વિમાનની વિશેષતા એછે કે તે જમીન અને પાણી બન્ને જગ્યાએ ચાલી શક છે. તેને ઉડાણ ભરવા માટે પણ વધારે જગ્યાની જરૂર હોતી નથી. અબાજીમાં દર્શન કર્યા બાદ મોદી ફરી એકવાર રીવરફ્રન્ટ ખાતે પહોંચી જશે. સી પ્લેન ઉડાવવા માટે ખાસ પાયલોટ બોલાવવામાં આવ્યો હતો. સી પ્લેનના આગમનથી એક નવી શરૂઆત થઇ રહી છે. આના કારણે વિકાસને પ્રોત્સાહન મળી શકે છે. મોદીએ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા હતા અને ખાસ પુજા કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મોદી અનેક વખત અંબાજીમાં દર્શન કરવા માટે આવતા હતા. આજે અંબાજી ખાતે પણ તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.