મિનિકુંભ : ૬ દિવસ ચાલશે શિવરાત્રિ મેળો, આ વખતે ખાસ આયોજન

736

હાલ ઉત્તરપ્રદેશના પ્રયાગરાગમાં કુંભ ૨૦૧૯ ચાલી રહ્યો છે. દેશભરમાંથી જોગીઓ, સાધુઓ અને અઘોરીઓનો ઝમાવડો થયો છે. તો ગુજરાતમાં ગીરનાર ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ શિવરાત્રિના મેળાનું ભવ્ય આયોજન કરાયું છે. તો આ વખતે રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાને મિનિકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે. આથી આ વખતેનો શિવરાત્રીનો મેળો ખાસ છે. તો કુંભ મેળાની જાહેરાતથી રાજ્ય સરકારે કેટલીક ખાસ વ્યવસ્થા અને કાર્યક્રમનું આયોજન કર્યું છે.

ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ગિરનાર ખાતે આયોજીત શિવરાત્રીનો મેળો આ વખતે ૬ દિવસ સુધી ચાલશે. આ વખતે ગિરનાર ખાતે શિવરાત્રીનો મેળો ૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી યોજાશે. મેળામાં ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. તો મિનિકુંભ માં લાઇટ અને સાઉન્ડ શોનું આયોજન કરાયું છે. તથા કૈલાશ ખેરના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સિવાય ૩ દિવસ સંત સંમેલન અને ૩ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ શિવરાત્રી મેળાને મિનીકુંભનો દરજ્જો આપવા ઉપરાંત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવા તેમાં સાધુ-સંતોનો સમાવેશ કરવા તેમજ ગિરનારના પગથિયાનો જીર્ણોદ્ધાર કરવા જાહેરાત કરી હતી. મિનીકુંભનો દરજ્જો મળતા હવે શિવરાત્રી મેળા માટે સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે અને મેળામાં આવતા યાત્રિકો- સાધુ- સંતો માટે વધુ સુવિધા ઉપલબ્ધ થઇ શકશે.

Previous articleમધ્યાહન ભોજન કર્મચારીની ચીમકી : પ્રશ્નો ઉકલે તો લોકસભામાં NOTAમાં મતદાન
Next articleનર્મદાનું પાણી પીતા લાખો લોકોને બિમારીનો ભય : કેમિકલ ભળતાં માછલીઓના મોત