પૂર્ણ બહુમતની સરકાર ખૂબ જરૂરી : મોદી

911

આજે(બુધવાર) શહેરમાં ૪૨૧ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ૬૩૬ કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અર્થે પીએમ મોદી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અને પીએમ મોદીએ સુરત એરપોર્ટ ખાતેથી નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સહિત ૧૦૫૮ કરોડના પ્રોજેક્ટનું ઓનલાઈન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. સૂરત ખાતેથી મોદીએ શંખનાદ કરતા કહ્યું કે,  આવનારો સમય સૂરત શહેરનો હશે, અને ભવિષ્યમાં સૂરતનો શહેરનો સમાવેશ વિશ્વના ટોપ ૧૦ શહેરોમાં થશે. હીર-કાપડ ઉદ્યોગથી મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળ્યું છે. સૂરત દેશની અર્થવ્યવસ્થામાં ચાર ચાંદ લગાવશે. ભવિષ્યમાં સૂરતમાં રોકાણ વધારાશે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી દેશના ૧૭ એરપોટ્‌ર્સને અપગ્રેડ કરવામાં આવ્યાં છે. ‘ઉડાન’ યોજના અંતર્ગત ૪૦ એરપોર્ટ જોડાયા છે. હવાઈ ચંપલ પહેરનારા લોકો પણ હવાઈ યાત્રા કરી શકશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હવે પાસપોર્ટ માટે મોટા શહેરમાં ધક્કા નહીં ખાવા પડે. એટલું જ નહીં પાસપોર્ટના નિયમો પણ સરળ બનાવવામાં આવશે. ઘરના ઘરે અંગે નિવેદન આપતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકારે ૨૫ લાખ ઘર બનાવ્યા હતા. અમારી એનડીએ સરકાર એક કરોડ અને ૩૦ લાખ ઘર બનાવ્યા છે. ૩૫ લાખ ઘરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તેમજ ૭૦ લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. મોદીએ તેમના સંબોંધનમાં કહ્યું કે,નોટબંધી બાદ મકાનોના ભાવમાં ઘટાડો થયો છે, અને નોટબંધીથી મધ્યવર્ગને ફાયદો થયો છે. મધ્યમવર્ગના પરિવારને ઘર બનાવવામાં થશે ૬ લાખની બચત થશે. લોકોને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે, અમે નવા ભારતની નવી ઉર્જાને વિકાસ સાથે જોડી રહ્યા છીએ અને નવા ભારતના નિર્માણ તરફ કામ કરી રહ્યા છીએ. પૂર્ણ બહુમતવાળી સરકારની જવાબદારી વધી જાય છે. આવી સરકાર કઠોર નિર્ણય લઈ શકે છે. ગઠબંધનવાળી સરકારોના કારણે દેશ પાછળ રહી ગયો છે.એક જનસભા સંબોધન કરતા તેમણે આગામી લોકસભાની ચુટણી માટે પૂર્ણ બહુમતી માટે સરકારનું તિર છોડ્યું છે. તેમણે સંબોધનમાં જણાવ્યું છે કે ૨૦૧૪ની લોકસભા ચુટણીમાં ભારતીય જનતા પક્ષને પૂર્ણ બહુમતી મળવાના કારણે દેશમાં પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. પૂર્ણ બહુમતની સરકાર આવવાથી દેશને ત્રિશંકુની ૩૦ વર્ષની બીમારીથી છુટકારો મળ્યો છે. ઉડે દેશનો સામાન્ય નાગરીક (ેંડ્ઢછદ્ગ) અને આવાસ યોજના હેઠળ લોકોને ફાયદો થવાથી પીએમએ કહ્યું કે આ યોજનાઓ કોઇ એક વ્યક્તિ કે પક્ષના કારણે નથી પરંતુ ચુટણીમાં પૂર્ણ બહુમતી મળવાથી થઇ શકી છે.

તેમણે જણાવ્યું કે પરિવર્તનનો સમય લોકોના મતની તાકતના કારણે છે. ના કે મોદીની તાકાતને કારણે. પીએમએ કહ્યું કે ૩૦ વર્ષ સુધી દેશમાં જોડ-તોડથી સરકાર ચલાવવાના પ્રયત્નો થતા હતા.

પીએમએ જણાવ્યું કે લોકોના એક-એક મતથી પૂર્ણ બહુમતથી દેશને ત્રિશંકુની ૩૦ વર્ષની બીમારીથી છુટકારો મળ્યો છે. પીએમએ યુવા પેઢીથી એ શિખવા કહ્યું કે બહુમતથી આવેલ સરકાર સખ્ત અને મોટા નિર્ણયો લઇ શકે છે. અને હિંમતની સાથે દેશને આગળ વધારી શકે છે. તેમણે કહ્યું કે પૂર્ણ બહુમતની સરકારની તે જવાબદારી હોય છે કે દેશને પ્રગતિની તરફ લઇ જાય.

Previous articleસૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી યથાવત, નલિયા ૭ ડીગ્રી સાથે ઠંડુગાર
Next articleગરમ મસાલા -૨ ફિલ્મમાં અક્ષય અને જહોન ચમકશે