અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભગવાનનું મુખ શાહીથી કાળું કરાયું

631

અમેરિકાના કેન્ટકી વિસ્તારમાં આવેલા લુઈસવિલે ટાઉનમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ધાર્મિક નફરત ફેલાવાની ભાવનાથી થયેલી આ તોડફોડમાં ભગવાન સ્વામિનારાયણના ચહેરા પર કાળો સ્પ્રે છાંટી મુખ કાળુ કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ બનાવ રવિવારથી મંગળવારની રાત્રે બન્યો હતો. અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવાની સાથે દિવાલ પર સ્પ્રેથી લખ્યું,’ જીસસ જ ભગવાન છે’ અજાણ્યા શખ્સોએ છરી વડે ખુરશીમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે ભારતીય-અમેરિકનોમાં ઉંડા શોકની લાગણી પ્રવર્તી છે. અજાણ્યા શખ્સો એ કરેલા હુમલામાં સ્પ્રે વડે ભગવાનનું મુખડું કાળુ કરાયું હતું. આ ઘટના બાદ અમેરિકામાં વસતાં ભારતીયોમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.

મંદિરમાં એટલી હદે તોડફોડ કરવામાં આવી હતી કે બારીના કાચ પણ તુટી ગયા હતા અને તેના કાચ વિખેરાઈ ગયા હતા.

ઘટનાના પગલે લુઈસવિલેના મેયરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણે સમાજ તરીકે હજુ જવાબદાર નથી.

હુમલાખોરોએ છરીને મંદિરના પરિસરમાં મૂકેલી એક ખુરશીમાં ઘુસાડીને ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

હુમલાખોરો દ્વારા મંદિરની દિવાલ પર ’જીસસ જ ભગવાન છે, અને ગોડ’ નું લખાણ લખી અને ધાર્મિક નફરત પ્રસરાવાનો પ્રયાસ ક્યો હતો.

કાળા સ્પ્રેના દ્વારા મંદિરના એક દરવાજા પર ખ્રિસ્તી ધર્મના પ્રતીક ક્રોસનું નિશાન બનાવીને સમગ્ર મામલો હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી કરવાનો પ્રયાસ કરાયો હતો.

Previous articleજિંદ પેટા ચૂંટણીમાં ભાજપની જીત
Next articleઆજે રેલવે બજેટ