આજે રેલવે બજેટ

702

સામાન્ય બજેટની સાથે મર્જ કરવામાં આવ્યા બાદ આવતીકાલે વચગાળાના બજેટની સાથે જ નાણાંપ્રધાન પિયુષ ગોયલ રેલવે બજેટ પણ રજૂ કરનાર છે. રેલવે બજેટનો હિસ્સો પણ તેઓ વાંચનાર છે. અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાયનો હવાલો સંભાળી રહેલા પિયુષ ગોયલ ભારતીય રેલવેને પણ વધારે યાત્રીલક્ષી બનાવવા માટેની જાહેરાત કરી શકે છે. ગોયલ બજેટ રજૂ કરતી વેળા હાઇ સ્પીડ સ્ટ્રેન અને વધારે ઝડપી, સુરક્ષિત અને આધુનિક ટ્રેન સેવા યાત્રીઓને ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. ભારતીય રેલવેના એક નવા ચહેરાને રજૂ કરવામાં આવનાર છે. ગયા વર્ષે રેલવેના જુદા જુદા ઇન્ફ્રાસ્ટકચર પ્રોજેક્ટો માટે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.

ટ્રેક ડબલિંગ, આધુનિકીકરણ અને વિજળીકરણજેવા પ્રોજેક્ટ પર ફાળવણી આ વર્ષે ૧.૭૪ લાખ કરોડ કરવાની માંગ કરવામાં આવી છે. ગોયલ દ્વારા ચાર લાખ નવી નોકરીની જાહેરાત કરવામાં આવી શકે છે. જેમાં પ્રથમ વખત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૧૦ ટકા અનામતનો સમાવેશ થાય છે. ટ્રેન ૧૮ની બોલબાલા હવે દેખાઇ રહી છે. બુલેટ ટ્રેનના મામલે પણ કોઇ વાત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટને મર્જ કરીને રજૂ કરવામાં આવ્યા બાદ આની શરૂઆત થઇ હતી. રેલવે બજેટને લઇને પણ રેલવે યાત્રીઓ ઉત્સુક દેખાઇ રહ્યા છે. બજેટમાં તેમના માટે શુ રહેશે તે બાબત પણ ચર્ચા છે. બજેટમાં નવી હાઇ સ્પીડ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી શકે છે.  ટ્રેક ઉપર રેલવેને મુકવા માટે ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. કેપેક્ષમાં ૯૨ ટકા વાર્ષિક વધારો દર્શાવવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવે મંત્રાલય માટે મૂડી ખર્ચને ૨૦૩૨ સુધી સતત વધારવા માંગે છે. રેલવેના આધુનિકીકરણ કેપેસિટી ક્ષમતા ઉપર વધારે ખર્ચ કરવામાં આવશે. સરેરાશ વાર્ષિક રોકાણને પણ વધારવામાં આવનાર છે. લાંબા ગાળાના રોકાણમા વિઝન ૨૦૩૦ની આધુનિકીકરણ યોજના અને ૫.૫૬ ટ્રિલિયન રૂપિયાના રોકાણ ટાર્ગેટનો સમાવેશ થાય છે. પૂર્વ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ૨૦૧૪-૧૫માં રોકાણ ટાર્ગેટની શરૂઆત કરી હતી. કેપેસિટીને વધારવા અને આધુનિકીકરણની યોજનાને પહોંચી વળવા માટે ૨૦૩૨ સુધી ભારતીય રેલવેને ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની જરૂર દેખાઈ રહી છે.  પિયુષ ગોયેલના નેતૃત્વમાં રેલવે દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે. આગામી વર્ષોમાં દર વર્ષે ૪૦૦૦ કિમીની વિજળીકરણની સિદ્ધિ હાસલ કરવામાં આવનાર છે. ૨૦૧૫-૧૬ દરમિયાન રેલવે માટે કેપેક્ષનો આંકડો ૯૩૫.૨ અબજ રૂપિયાનો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૧.૨૧ ટ્રિલિયન રૂપિયાનો હતો. હાલના વર્ષોમાં ઉલ્લેખનીય વધારો તેમાં થયો છે. બજેટમાં યુરોપિયન ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ (ઇટીસીએસ) ટેકનોલોજીના અમલીકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આના પરિણામ સ્વરુપે દેશને અને રેલવે પર ૬૦૦ અબજ રૂપિયાનો બોજ પડશે. રેલવે સ્ટેશનોના કોમર્શિયલ આધુનિકીકરણ માટે એક ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરાઈ છે.  રેલવે બજેટમાં સેફ્ટી, ઇન્ફ્રા ડેવલપમેન્ટ ઉપર મુખ્ય ભારત મુકવામાં આવશે. રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે. આવી સ્થિતીમાં સુરક્ષા પાસા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. યાત્રીઓની સુવિધા પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુચના પણ અપાઇ છે. રેલવે યાત્રાને વધારે સુરક્ષિત, સલામત અને સારી બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. વેસ્ટ અને ઇસ્ટ કોસ્ટ પર હાઇ સ્પીડ રેલવે કોરિડોર પર કામ ચાલી રહ્યુ છે. દેશમાં ૩૪૭૮ માનરહિત લેવલ ક્રોસિંગને દુર કરવામાં આવ્યા બાદ રેલવે દ્વારા હવે બ્રિજ મેનેજમેન્ટ સિસ્ટમ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી શક્યતા છે. વન્દે ભારત એક્સપ્રેસ તરીકે ટ્રેન ૧૮ શરૂ કરવામાં આવનાર છે. આ સ્વદેશી સુપરફાસ્ટ ટ્રેનને લઇને તૈયારી કરી લેવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર હવે ઝડપથી કામ ચાલી રહ્યુ છે.

Previous articleઅમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભગવાનનું મુખ શાહીથી કાળું કરાયું
Next articleઆજે વચગાળાનું બજેટ