અભ્યાસના નામે ગુજરાતમાં આવતા નાઇઝીરિયનોએ કર્યું સાઇબર ફ્રોડ

657

વિદેશીઓને જોબ અને અભ્યાસ માટે આકર્ષવા ભારત ઘણી છૂટછાટ આપી રહ્યું છે. પરંતુ તેનો ગેરલાભ લઇ ગુજરાત આવતા નાઈઝીરિયન લોકો પૈકીના ઘણા ગોરખધંધા ચાલુ કરી દે છે. અલગ-અલગ પદ્ધતિના ઓનલાઈન ફ્રોડ દ્વારા કરોડો રૂપિયા પડાવી ઘણા નાઈઝીરિયન ગુનેગારો અહી ડ્રગ્સ સીન્ડીકેટ પણ ચલાવે છે. આખરે કેવી રીતે ગુનાને અંજામ આપે છે? તે અંગે થોડી વિસ્તૃત માહિતી જાણીએ.  દેશ વ્યાપી ઓનલાઈન ફ્રોડનું કૌભાંડ ચલાવનારા નાઈઝીરિયન નાગરિકોના ગુનાની પદ્ધતિઓ માટે એક પ્રેજન્ટેશન બનાવવાની ફરજ સાયબર સેલને પડી છે. કારણ કે, જેમ જેમ જમાનો ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે એજ રીતે હથિયાર વગર લૂટવાના બનાવોમાં પણ તોતિંગ વધારો થઇ રહ્યો છે.

આ ઓનલાઈન ફ્રોડમાં નાઈઝીરિયન સક્રિય છે. ભારતના હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ, દિલ્હી, નોઇડા અને ગોવા જેવા શહેરોનો પણ તેમાં સમાવેશ થાય છે. અત્યાર સુધી અનેક નાઈઝીરીયાન લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ખુલાસો થયો છે કે, નાઈઝીરિયન ગેંગ સૌથી વધારે મેટ્રોમોની સાઈટ્‌સ,દવાના વેચાણ,બિઝનેશ પ્રપ્રોઝ્‌લ હેકિંગ અને સીમ સ્વેપિંગ જેવા ગુનાઓ આચરે છે.  નોકરી કે, અભ્યાસ માટેના વિઝા પર અહી આવે છે અને ઓનલાઈન ફ્રોડ માટે છેતરપીંડી નેટવર્ક બિછાવે છે. મહત્વનું છે, કે ગોવામાં વસતા નાઈઝીરિયન ગુનેગારો ડ્રગ્સની તસ્કરીમાં પણ સંડોવાયેલા હોવાનો ખુલાસો અનેક વખત થઇ ચુક્યો છે.

Previous articleકેન્દ્રીય બજેટ વિકાસનું પથદર્શક : મુખ્યમંત્રી
Next articleઅંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની ધરપકડ, ગુજરાતમાંથી કરોડો રૂપિયાની ખંડણી વસૂલી