નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વધેલી દવા ડ્રગ બેંકને અપાઈ

663

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન અને સહજાનંદ એજયુકેશન ટ્‌્રસ્ટ સંચાલિત નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના આર્ટસ વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા આપણા ઘરે જ દવા વધેલી હોય તે એકઠી કરી ડ્રગ્સ બેંકને આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનાથી જરૂરિયાતમંદ દર્દીને મદદ થઈ શકે.

નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી થાય તે હેતુથી વિનામુલ્યે દવા આપતી સંસ્થા ડ્રગ બેંક છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે અને દર વર્ષે આ બેંક ૧ કરોડ રૂપિયાની દવા વિનામ મુલ્યે જરૂરિયાતમંદ દર્દીઓને આપે છે.  સામાન્ય રીતે લોકો દવા લીધા પછી વધેલી દવા ફેકી દેતા હોય છે. આ ડ્રગ બેંક ધાર્મિક સ્થળોએ અને જાહેર સ્થળોએ  અને જાહેર સ્થળોએ પેટીમ ુકીને પણ વપરાયેલી એકસપાયરી ડેટ ન થઈ હોય તેવી દવાઓ એકઠી કરે છે. આ ડ્રગ બેંકમાં દરરોજ ૧૦૦થી વધુ લોકો દવા લેવા માટે આવે છે. આ હેતુથી જ નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની વિદ્યાર્થીનીઓ દ્વારા આ કાર્યને આવકારીને માનવ હિતના એક ઉમદા કાર્ય સાથે તાવ, શરદી, ઉધરસ શરીરના દુઃખાવા જેવી દવાઓને એક બોકસમાં એકઠીક રીને તો બોકસ ડ્રગ્સ બેંકને આપીને માનવ સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.

Previous articleજે.કે.સરવૈયા કોલેજની વિદ્યાર્થીનીઓને નમો ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleલાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણા, જન આક્રોશ રેલી