જે.કે.સરવૈયા કોલેજની વિદ્યાર્થીનીઓને નમો ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

743

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજ તરસમીયા ખાતે બીએસડબલ્યુના પ્રથમ વૃષમાં અભયાસ કરતી વિદ્યાર્થીઓને નમો ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વર્તમાન શિક્ષણ વ્યવસ્થાનો આધુનિક ટેકનોલોજી સાથે જોડવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓને ટોકન ફી રૂા. ૧૦૦૦/-માં ટેબલેટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

નમો ટેબલેટ સાથે યુવાનો વેસ્ટાઈઝેશન નહીં પણ મોર્ડનાઈઝેશન બને આ આશયથી જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  નમો ટેબલેટ આપવાનું નક્કી કર્ય્‌ છે. જયારે વિદાર્થીઓને ટબેલેટ આપવાની જાહેરાત કરી ત્યારે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે સારામાં સારા ટેબલેટ વિદ્યાર્થીઓને મળશે. ગુજરાત સરકાર આધુનિક અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં કોઈ સમાધાન કરવા માંગતી નથી. વૈશ્વિક યુગ જ્ઞાનનો યુગ હોય જેમાં ઈસલેકટ્રોનીક સાધનનો ઉપયોગ વિદ્યાર્થીઓ શૈક્ષણીક હેતુની સાથે કઈ રીતે ઉપયોગી બનાવી શકે તેમજ વ્યક્તિ, કુટુંબ, રાજય કે દેશ માટે આજનો યુવાન શું કરી શકે ? તે અંગે એમ.કે. ભાવનગર યુનિ.ના ગ્રામ્ય વિદ્યાશાખાના ડીન ડો. હસમુખભાઈ સુથારે ઉપયોગી કેળવણી શિક્ષણની વાત વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહે. નાગરિક ઘડતરને લગતી બાબતો પોતાની ગાંધીજીના કેળવણીના વિષયના ક્ષેત્રોને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોલેજના ડાયરેકટર ચેતનસિંહ સરવૈયા, સમગ્ર પી.જી. વિભાગના કો-ઓડીનેટર ડો. નેહલભાઈ ત્રિવેદી, જે.કે.સરવૈયા કોલેજના પ્રિન્સિપાલ બીપીનભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

Previous articleલાઠી બાલકૃષ્ણ લાલજી હવેલીમાં રવીવારે ઠાકોરજીની પધરામણી
Next articleનંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વધેલી દવા ડ્રગ બેંકને અપાઈ